Emraan Hashmi શૂટિંગ પૂરું કરી કાશ્મીરની શેરીઓમાં ફરવા નીકળ્યો, દે ધનાધન થયો પથ્થરમારો


પહેલગામઃ બોલિવુડ એક્ટર ઈમરાન હાશમી આજકાલ પોતાની ફિલ્મનું શૂટિંગ કરવા માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યો છે આ દરમિયાન શૂટિંગ પૂર્ણ કરીને તે જ્યારે પહેલાગામની શેરીઓમાં લટાર મારવા નીકળ્યો તો અચાનક તેના પર પથ્થરમારો શરું થઈ ગયો. પ્રાપ્ત અહેવાલ મુજબ પહેલગામથી કેટલાક અંતર પર ઈમરાન હાશમી કોઈ અપકમિંગ પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન પોતાનું કામ પૂર્ણ થઈ ગયા પછી ફ્રી સમયમાં પહેલગામમાં ફરવા નીકળી પડ્યો હતો. તે જ્યારે ફરતો ફરતો ગામના મુખ્ય માર્કેટ ચોકમાં પહોંચ્યો ત્યારે અચાનક કેટલાક અજાણ્યા લોકોએ તેના પર જોરદાર રીતે પથ્થર મારો શરું કરી દીધો હતો. આ અંગે પહેલગામ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે. પોલીસે પથ્થરબાજો વિરુદ્ધ કલમ 147, 148, 370, 336, 323 લગાવી હતી. તમને જણાવી દઈએ કે ઈમરાન હાશમી હાલ જમ્મુ કાશ્મીરમાં પોતાની ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરોનું શૂટિંગ કરી રહ્યા છે. લગભગ 14 દિવસ સુધી ઈમરાન શ્રીનગરમાં પણ રોકાયો હતો.

Published by:Mitesh Purohit

First published:



Source link

Leave a Comment