આ પણ વાંચોઃ આજે પણ બજાર વધી શકે, ક્યા ફેક્ટર કરશે રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર
Table of Contents
સતત વધતી માંગ
ભારતીય મસાલાની હંમેશાથી માંગ રહી છે. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે થોડા વર્ષોમાં મસાલાની નિકાસમાં લગભગ 200 ટકાનો ઉછાળો આવ્યો છે. વિદેશમાં ભારતીય મસાલાની વધતી જતી માંગને જોતા હવે સરકાર તે સંબંધિત ખેતી અને વેપાર માટે સબસિડી આપી રહી છે. જેથી ખેડૂતો સરળતાથી ખેતી કરી શકે અને વેપારીઓ વેપાર કરી શકે છે.
આગામી સમયમાં ભારતીય મસાલાની માંગ વધુ વધવાની છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2013માં હળદર, આદુ, કેસર જેવા ભારતીય મસાલાની કુલ નિકાસ 260 કરોડની હતી. જે હવે 761 કરોડ પર પહોંચી ગયો છે. આ આંકડાઓને જોતા ખેડૂતો અને મસાલાની ખેતી કરતા વેપારીઓને નવી આશા જાગી છે.
આ પણ વાંચોઃ હજારો રુપિયામાં 1 કિલો વેચાતી પ્રોડક્ટનો આજે જ શરું કરો બિઝનેસ, એક્સપોર્ટમાં તગડી માંગ
કોરોના સમયગાળામાં માંગમાં વધારો
કોરોના વાયરસથી બચવા માટે ઉકાળો ખુબ પ્રચલિત ઉપાય તરીકે ઉભરી આવ્યો છે. લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હળદર, કાળા મરી, લવિંગ, તજ જેવા મસાલામાંથી બનાવેલ ઉકાળો પીતા હતા. જે બાદ આ મસાલાની માંગ ખુબ વધી ગઈ. કોરોના મહામારી પછી ઘણા લોકોએ આ મસાલામાંથી બનેલા ઉકાળા અને ખાદ્યપદાર્થોને તેમની રોજિંદી ખાવાપીવાની આદતોમાં સામેલ કર્યા.
ઘરેથી બિઝનેસ શરૂ કરો
હવે જ્યારે આપણે મસાલાની વધતી માંગ વિશે જાણ્યું છે, ત્યારે બિઝનેસ કરવાની ઈચ્છા પ્રબળ બનવી સામાન્ય છે. ઓછા રોકાણમાં પણ ઘરે બેઠા મસાલાનો બિઝનેસ શરૂ કરી શકાય છે. બીજી બાજુ જો તમે મસાલા એકમ શરૂ કરવા માંગો છો, તો તેના માટે તમે સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની મદદ લઈ શકો છો. તમે બેંકમાંથી સરળતાથી લોન પણ મેળવી શકો છો.
આ પણ વાંચોઃ Expert Advice: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો
મસાલા માટે સબસિડી
એટલું જ નહીં, ઘણા રાજ્યોમાં સરકાર મસાલાના વેપાર અને ખેતી માટે સબસિડી પણ આપે છે. શરૂઆતમાં મસાલાનું ઉત્પાદન નાના પાયે ઘરે કરી શકાય છે. આ બિઝનેસ માં ઘણા વિકલ્પો છે. જો તમે ઇચ્છો તો તમે મસાલાને પીસી શકો છો અને પાવડર બનાવીને વેચી શકો છો અથવા તમે મસાલા તમારી કુશળતાથી મિક્સ કરીને ખાસ મસાલા તૈયાર કરી શકો છો. જેમ કે ચાઈ મસાલા, બિરયાની મસાલા, છોલે મસાલા, વેજીટેબલ મસાલા, જીરાવાન વગેરે.
સ્પેશિયલ મસાલાની માંગ વધારે
આજકાલ લોકો પાસે સમયની ઘણી કમી હોય છે. ત્યારે આવા તમામ મસાલા લોકો વધુ ખરીદે છે, જેમાં તેમને મનપસંદ સ્વાદ મળી શકે છે. કોઈપણ શાકભાજીમાં સીઝનીંગ માટે મસાલા ઉપયોગી છે. જો તમારી પાસે મસાલાને ઓળખવાની અને તેને યોગ્ય રીતે મિશ્રિત કરવાની કળા છે, તો આ બિઝનેસ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. કારણ કે આજકાલ ઘરે બનાવેલા મસાલાની માંગ ખૂબ જ વધી રહી છે.
આ પણ વાંચોઃ જાણો શું છે PAN કાર્ડ અને TAN કાર્ડ વચ્ચે તફાવત, ક્યાં ઉપયોગમાં આવે છે TAN કાર્ડ?
કાચો માલ ક્યાં ખરીદવો
તમે કોઈપણ હોલસેલ માર્કેટમાંથી મસાલા ખરીદી શકો છો અથવા ખેડૂતોનો સીધો સંપર્ક પણ કરી શકો છો. આ સિવાય હળદર, મરચા જેવા અન્ય મસાલાને પીસવા માટે ગ્રાઇન્ડરની જરૂર પડશે. શરૂઆતમાં હોમ મિક્સરથી પણ કામ ચાલી જશે. કામ વધી ગયા પછી મિલ ખરીદીને મસાલા બનવવાના યુનિટને ઉભું કરી શકાય છે. જો તમારી પાસે ખેતીલાયક જમીન હોય તો મસાલાની ખેતી કરીને પછી તમે આખા મસાલાનો પાવડર પણ બનાવી શકો છો. જેમાં નફો બમણો થશે.
મસાલાનું યુનિટ સ્થાપવાનો ખર્ચ
જો તમે મોટા પાયા પર કામ શરૂ કરવા માંગો છો અને મસાલા બનાવવાનું યુનિટ ઉભું કરવા માંગો છો, તો તેના માટે લાખોનું રોકાણ કરવું પડશે. જો કે, ટૂંકા જ ગાળામાં નફો કરીને ખર્ચ સરભર કરી શકાય છે. મસાલા યુનિટની સ્થાપના માટે કુલ રૂ. 3.50 લાખનો ખર્ચ થઈ શકે છે. જેમાં એક મશીન ખરીદવા માટે લગભગ 40000 રૂપિયા અને શેડ બનાવવા માટે 60000 રૂપિયા ખર્ચ થાય છે. બીજી તરફ મસાલા ખરીદવા, પેકિંગ અને પોસ્ટ પેકિંગના ખર્ચ માટે લગભગ 2.50 લાખ રૂપિયાની જરૂર પડશે.
આ પણ વાંચોઃ Demat Account: આગામી 30મી સુધીમાં ડિમેટ એકાઉન્ટનું આ કામ કરી લેજો, નહીં તો ટ્રેડિંગ નહીં થાય
શું ધ્યાનમાં રાખવું
મસાલાના સારા સ્વાદની સાથે સાથે તેનું પેકિંગ પણ સારું હોવું જરૂરી છે. ગ્રાહકોને આકર્ષવા માટે તમે સારા પેકિંગનો આધાર લઈ શકો છો. જો ઘરેથી શરૂઆત કરવામાં આવે તો પ્લાસ્ટિકની થેલીઓમાં મસાલા ભરીને શરુ કરી શકાય છે. જેના પર તમારા બિઝનેસનું નામ અને મસાલા જેવી વસ્તુઓ પ્રિન્ટ કરી શકાય છે.
માર્કેટિંગ પણ મહત્વનું
કોઈપણ બિઝનેસમાં માર્કેટિંગની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જો તમારી પ્રોડક્ટનું માર્કેટિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો તેનું વેચાણ ચોક્કસ વધશે. આ માટે શરૂઆતમાં તમે સેમ્પલ પેકેટનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકો છો. જેમાં ઓછા વજનના નાના પેકેટ હશે. જો લોકોને તમારા મસાલાનો સ્વાદ ગમશે, તો તેઓ ચોક્કસપણે તેને ખરીદશે અને સાથે જ માઉથ પબ્લિસિટી પણ કરશે. આ સાથે સોશિયલ મીડિયા પણ માર્કેટિંગમાં મોટી ભૂમિકા ભજવી શકે છે.
આ પણ વાંચોઃ Harsha Engineers IPOમાં એલોટમેન્ટ આ રીતે કરી શકશો ચેક, લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાંથી મળ્યા આ સંકેત
આવક વધારવાની રીત
કોઈપણ બિઝનેસની સફળતા માટે સારી ગુણવત્તા જરૂરી છે. તમે શ્રેષ્ઠ ગુણવત્તા અને પેકેજિંગ દ્વારા તમારું વેચાણ વધારી શકો છો. તમારા ઉત્પાદનને જથ્થાબંધ વેચવાને બદલે, જો તમે રિટેલમાં તમારો હાથ અજમાવો, તો તમે વધુ નફો મેળવી શકો છો. આ માટે ડોર-ટુ- ડોર પ્રચાર કરી શકાય. તમે તમારી સોસાયટી, તમારી આસપાસના લોકોને તમારા બિઝનેસ વિશેની માહિતી આપીને પણ ગ્રાહકો વધારી શકો છો.
ટૂંકા સમયમાં સારી આવક
મસાલાનો ધંધો ઓછા સમયમાં સારી આવક આપી શકે છે. કોઈપણ વ્યક્તિ આ બિઝનેસ ગમે ત્યાંથી શરૂ કરી શકે છે. ફક્ત ધ્યાનમાં રાખો કે બજારમાં ઘણા પ્રકારના મસાલા ઉપલબ્ધ છે, તેથી જો તમારી પ્રોડક્ટની ગુણવત્તા સારી હોય અને શરૂઆતમાં ઓછી કિંમત હોય, તો માંગ વધી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business idea, Business news, Earn money from home, Investment tips