શ્રદ્ધાએ એમ પણ કહ્યું હતું કે આફતાબના માતા-પિતાને ખબર છે કે તે તેને મારતો હતો. જોકે, બાદમાં 19 ડિસેમ્બરે શ્રદ્ધાએ સત્તાવાર રીતે તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. પોલીસના નિયમો અનુસાર 26 દિવસમાં ફરિયાદ પાછી ખેંચી શકાય છે.
શ્રદ્ધાની ફરિયાદ પરત લેવાના પત્રની ટ્રાન્સક્રિપ્ટ
હું શ્રદ્ધા વોકર મારા મિત્ર આફતાબ અમીન પૂનાવાલા સાથે એક જ ઘરમાં રહું છું. 23 નવેમ્બર 2020 ના રોજ, મારા મિત્રએ ઘરેલું કારણોસર મારા પર હુમલો કર્યો. જેના કારણે મેં ગુસ્સામાં આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પરંતુ તે પછી આફતાબના માતા-પિતા અમારા ઘરે આવ્યા અને તેઓએ અમારી વચ્ચે સમાધાન કરાવીને અમારો ઝઘડો સમાપ્ત કર્યો. એટલા માટે મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી અને મારી ફરિયાદ પાછી ખેંચી લઉં છું.
અધિકારી દ્વારા બનાવવામાં આવેલો સમજૂતી પત્ર
તમને આ પત્ર દ્વારા નોટિસ આપવામાં આવે છે કે તમે તુલિંજ પોલીસ સ્ટેશનમાં 23/11/2020 ના રોજ ફરિયાદ આપી છે, જેનો ટોકન નંબર 6196/2020 છે. તમે આફતાબ પૂનાવાલા સાથે પરસ્પર સમાધાન કર્યું છે અને તમને તેમની સામે કોઈ ફરિયાદ નથી. તેથી તમારી ફરિયાદ બંધ છે.
મુંબઈ ઝોન-5ના ડીસીપી સુહાસ બાવચેએ પણ જણાવ્યું હતું કે ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને બાદમાં સમાધાન બાદ ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી.એવું કહેવામાં આવ્યું હતું કે તેમની વચ્ચે સમાધાન થયું છે…તેમણે આ અંગેનું લેખિત નિવેદન પણ આપ્યું હતું.
આ પણ વાંચોઃ શ્રદ્ધા મર્ડર કેસના આરોપીનો કેવો હશે પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ, જાણો વિગતે
એક ડેટિંગ એપથી બંને વચ્ચે થઈ હતી મુલાકાત
પૂનાવાલા અને શ્રદ્ધા એક ડેટિંગ એપ દ્વારા મળ્યા હતા. આ પછી બંનેએ મુંબઈના એક કોલ સેન્ટરમાં સાથે કામ કરવાનું શરૂ કર્યું અને ત્યાંથી બંને વચ્ચે પ્રેમસંબંધ શરૂ થયો. બાદમાં તે દિલ્હી આવ્યો હતો. બંને વચ્ચે 18 મેના રોજ લગ્નને લઈને કથિત રીતે ઝઘડો થયો હતો, જેના પછી પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. પૂનાવાલાએ દક્ષિણ દિલ્હીના મેહરૌલી ખાતેના તેમના ઘરે લગભગ ત્રણ અઠવાડિયા સુધી આ ટુકડાઓ 300 લિટરના ફ્રીજમાં રાખ્યા હતા. તે ઘણા દિવસો સુધી મધ્યરાત્રિએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફેંકવા માટે જતો રહ્યો હતો. શ્રદ્ધા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈની રહેવાસી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર