151 દેશે બહાર પાડેલી ગાંધી ટિકિટને પ્રદર્શનમાં મૂકવામાં આવી
આ પ્રદર્શનનું ઉદ્ધાટન મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન જીતુભાઇ ચંદારાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પરિત્રિ ઉપાધ્યાય કે જેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયા છે. તેમજ તેમના સાથીદાર હેતવી શાહ અને ધ્યાના શાહ અનુક્રમે રાજ્યકક્ષાએ તથા જિલ્લા કક્ષાએ વિજેતા થયા છે કે જેઓએ આ પ્રદર્શનમાં જહેમત ઉઠાવી છે. આ પ્રદર્શનમાં 1851થી લઇને આજસુધીની તમામ અલભ્ય ગાંધી ટપાલ ટિકિટ સંગ્રહ નિહાળી શકાશે. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ ખાદીની, સોનાની ગાંધી ટપાલ ટિકિટ, તેમજ અલગ અલગ વસ્તુઓથી બનેલ ગાંધી ટપાલ ટિકિટ સહિત 151 દેશોએ બહાર પાડવામાં આવેલી તમામ ગાંધી ટિકિટ નિહાળી શકાશે. આ પ્રદર્શન નિહાળવા જાહેર જનતાને તથા વિદ્યાર્થીઓને આમંત્રણ અપાયું છે.
જાણો રેંટીયા બારસનું મહત્વ
રેંટિયા બારસ એટલે કે ભાદરવા વદ બારસે ગુજરાતી પંચાગ પ્રમાણે ઉજવાતો મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે. ગાંધીજીનો જન્મ વિક્રમ સંવત 1925માં ભાદરવા વદ બારસના દિવસે ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા પોરબંદર શહેરમાં થયો હતો. રેંટિયો ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ગાંધીજી દ્વારા સ્વદેશી અને શ્રમનું પ્રતિક બન્યો હતો. 1925માં ગાંધીજીએ લાખો ગરીબોને રોજગાર આપવા અને આત્મનિર્ભર બનાવવા માટે અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના કરી હતી.
ગાંધીનો મુખ્ય ઉદ્દેશ બધાને કામ આપવાનો હતો
બધા પોતાનો જન્મદિવસ પોતાના માટે ઊજવતાં હોય છે પરંતુ બાપુએ પોતાના જન્મ દિવસ એટલે કે ભાદરવા વદ બારસને રેંટિયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું. બાપુનો મુખ્ય ઉદ્દેશ દરેક હાથોને કામ આપવાનો હતો. રેંટિયાથી રૂની પૂણી વણવીથી કાંતણ, વણાટકામ સુધીની પ્રવૃતિમાં અનેક લોકોને રોજગારી મળી રહે છે. જેને કારણે ગ્રામોદ્યોગ અને ગૃહઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે.
તમારા શહેરમાંથી (રાજકોટ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gandhiji, Rajkot Latest News, Rajkot na samachar, રાજકોટ