આ પણ વાંચોઃ ઘરમાં બેઠાં બેઠાં ટોપની વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કરીને કઈ રીતે કમાણી કરી શકાય? સમજો
Table of Contents
આ વર્ષનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થયેલો IPO
આ આઈપીઓને રોકાણકારોની શાનદાર પ્રતિક્રિયા મળી હતી અને સૌથી વધારે ક્વાલિફાઈડ ઇન્સ્ટીટ્યૂશનલ બાયર્સ માટે આરક્ષિત હિસ્સો સબસક્રાઈબ થયો હતો. ક્યૂઆઈબીનો હિસ્સો 178.26 ગુણો, એનઆઈઆઈ (નોન-ઇન્સ્ટીટ્યૂનલ ઇનવેસ્ટર્સ)ના 71.32 ગણો, રિટેલ રોકાણનો 17.63 ગણો અને કર્મચારીઓનો હિસ્સો 12.07 ગણો સબ્સક્રાઈબ થયો હતો.
આ પણ વાંચોઃ ઘરમાં બેઠાં બેઠાં ટોપની વિદેશી કંપનીઓના શેરમાં રોકાણ કરીને કઈ રીતે કમાણી કરી શકાય? સમજો
એક્સપર્ટ્સે આપી હતી રોકાણની સલાહ
ઘરેલૂ બ્રોકરેજ અને રિસર્ચ ફર્મ આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ અનુસાર નાણાકીય વર્ષ 2020-22માં કંપનીની રેવેન્યૂ 22.1 ટકા, ઈબીઆઈટીડીએ 40.2 ટકા અને નેટ પ્રોફિટ (પ્રોફિટ આફ્ટર ટેક્સ) 104.9 ટકાની સીએજીઆર (કંપાઉન્ડર એનુએલ ગ્રોથ રેટ)થી વધ્યો હતો. હાલની આર્થિક સ્થિતિમાં બેયરિંગ સ્પેસમાં માંગને આધારે બ્રોકરેજ ફર્મના એનાલિસ્ટોનું માનવું છે કે કંપનીનો કારોબાર આગળ પણ ગ્રોથ કરશે. તેવામાં આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ તેને સબ્સ્ક્રાઈબ રેટિંગ આપ્યું હતું. આ સ્ક્રિપ્ટમાં રોકાણકારો માટે જોખમની વાત કરીએ તો વિદેશી કરેન્સીના ભાવમાં ઉતાર-ચઢાવ અને વેશ્વિક સ્તર પર સુસ્તીની અસર તેના કારોબાર પર જોવા મળી શકે છે.
આ પણ વાંચોઃ માત્ર 850 રૂપિયાનું મશીન વસાવી શરૂ કરો આ બિઝનેસ, થશે અઢળક આવક
રજિસ્ટ્રારની સાઈટ પર સ્ટેટસ ચેક કરવાની સ્ટેપવાઈઝ રીત
- https://linkintime.co.in/mipo/ipoallotment.html, રજિસ્ટ્રારની સાઈટ પર આઈપીઓ અલોટમેન્ટ ચેક કરી શકાય છે. આ માટે અલોટમેન્ટની જાહેરાત થયા બાદ આ લિંક પર જાઓ.
- અહીં ત્રણ વિકલ્પ જોવા મળશે- પાન કાર્ડ નંબર, એપ્લીકેશન નંબર અને ડીપી ક્લાયન્ટ આઈડી. તેમાંથી કોઈ એક વિકલ્પ સીલેક્ટ કરો.
- જો પાન કાર્ડનો ઓપ્શન પસંદ કર્યું છે તો આઈપીઓ પસંદ કરીને પાન નંબર ભરો. જો એપ્લીકેશન નંબર પસંદ કર્યો છે તો એપ્લીકેશન નંબર ભરો અને જો ડીપી ક્લાયન્ટ આઈડી પસંદ કર્યું છે તો ડિપૉઝિટરી ક્લાયન્ટ આઈડી ભરો.
- ત્યાર બાદ કેપ્ચા ભરીને સબમિટ કરો.
- તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા મળશે એટલે કે કેટલા શેર માટે તેમે આપ્લાઈ કર્યું હતું અને કેટલા શેર અલોટ થયા છે, તેની પૂરી ડિટેલ્સ સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચોઃ શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે કેવી હોવી જોઇએ નાના રોકાણકારોની નીતિ? જાણો એક ક્લિકમાં
BSEના વેબસાઈટ પર આ રીતે જુઓ અલૉટમેન્ટ સ્ટેટસ
- https://www.bseindia.com/investors/appli check.aspx, બીએસઈ પર આ ડાયરેક્ટ લિંક દ્વારા અલૉટમેન્ટ સ્ટેટસ ચેક કરી શકાય છે.
- ઈશ્યૂ ટાઇપમાં ઇક્વિટી પસંદ કરો અને ડ્રૉપ ડાઉન મેન્યૂમાંથી ઇશ્યૂ નામ હર્ષા એન્જિનીયર્સ પસંદ કરો.
- એપ્લીકેશન નંબર અથવા પાન નંબર ભરો.
- “I am not Robot” પર ક્લિક કરો અને ,સર્ચ ટેબ પર ક્લિક કરો.
- શેરનું અલોટમેન્ટ સ્ટેટસ સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચોઃ ખરીદી માટે આ નવો ફંડા કેટલો છે ફાયદાકારક? જાણો દરેક પાસાને વિગતવાર
ગ્રે માર્કેટમાં શેરના ભાવ
ગ્રે માર્કેટની વાત કરીએ તો હર્ષા એન્જિનીયરિંગને લઈને અહીં વલણ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. IPOWatch મુજબ હર્ષા એન્જિનિયર્સના શેર ગ્રે માર્કેટમાં 240 રૂપિયા પ્રીમિયમ ભાવ પર ટ્રેડ કરી રહ્યા છે એટલે કે આઈપીઓમાં અપર બેન્ડના રુ.330 + રુ. 240 = રુ. 570ની આસપાસ હાલ ગ્રે માર્કેટમાં હર્ષા એન્જિનીયર્સના શેરનો ભાવ ચાલી રહ્યો છે. જે તેની ઓફર પ્રાઈસ કરતા લગભગ 75 ટકા પ્રીમિયમ પર છે. આ જોતો હર્ષાના શેરનું લિસ્ટિંગ ખૂબ જ પ્રીમિયમ ભાવે થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. જોકે લિસ્ટિંગ પ્રાઈસ માટે ફક્ત ગ્રે માર્કેટ પ્રીમિયમ પર જ આધાર રાખવો યોગ્ય નથી આ માટે જુદા જુદા માર્કેટ ફેક્ટર પર જોવા રહ્યા.
આ પણ વાંચોઃ Credit cardનો સ્માર્ટ ઉપયોગ કરવાની 9 ટિપ્સ, આટલું સમજી લેશો તો વધુ ફાયદામાં રહેશો
કંપનીની પ્રોફાઈલ અને કામકાજ
હર્ષા ગ્રુપની હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ સેક્ટરમાં રેવેન્યૂની દ્રષ્ટીએ પ્રેસિશન બેરિંગ કેઝ બનાવવાવાળી દુનિયાની સૌથી મોટી કંપની છે. તેનો કારોબાર પાંચ ખંડોના 25 થી વધારે દેશમાં ફેલાયો છે. તેનો કારોબાર એન્જિનિયરિંગ અને સોલાર ઈપીસી એમ બે સેગમેન્ટમાં છે. કંપનીની નાંણાકીય સ્થિતિની વાત કરીએ તો તેના રેવેન્યૂ અને નેટ પ્રોફિટ સતત વધ્યા છે. તેનો નેટ પ્રોફિટ નાણાકીય વર્ષ 2022માં વર્ષના આધારે 45.44 કરોડ રૂપિયાથી વધીને 91.94 કરોડ અને રેવેન્યૂ 876.73 કરોડ રૂપિયાથી વધીને 1339 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Expert opinion, IPO News, Share market, Stock market