ભોજનના નમૂના પરીક્ષણ માટે મોકલાયા
આ બનાવ અંગે મધેપુરાના એસડીએમ નિરજ કુમારે જણાવ્યું હતું કે, લગ્ન સમારંભમાં લગભગ 2,000 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓએ મંગળવારે રાત્રે ભોજન લીધું હતું. થોડા કલાકો પછી તેમને પેટમાં દુ:ખાવો, ઊલટી, માથાનો દુ:ખાવો અને તાવ જેવી તકલીફો થવા લાગી હતી. જેથી દર્દીઓને જનનાયક કર્પુરી ઠાકુર મેડિકલ કોલેજ અને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ હાલ તેઓની સ્થિતિ સ્થિર છે.તેમણે વધુમાં કહ્યું કે, અમે હોસ્પિટલોના તબીબી અધિકારીઓને તત્કાલ સારવાર કરવાનો નિર્દેશ આપ્યો છે. અમે ખોરાકના નમૂના પણ લીધા છે અને તેને પરીક્ષણ માટે લેબમાં મોકલ્યા છે.
આ પણ વાંચો: વૃદ્ધનું સેક્સ દરમિયાન એપિલેટિક એટેક આવતા મોત, ગર્લફ્રેન્ડે મૃતદેહનો કર્યો હતો નીકાલ
આ બનાવની વધુ વિગતો મુજબ, પથરાહા ગામના વોર્ડ નંબર 4માં શૈલેન્દ્ર યાદવની પુત્રીના લગ્નની જાન આવી હતી. લગ્નમાં લગભગ બે હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન સમારંભમાં જમ્યા બાદ લોકોની તબિયત અચાનક બગડવા લાગી હતી. ધીરે-ધીરે જ્યારે સ્થિતિ કાબૂ બહાર જવા લાગી તો લોકો હોસ્પિટલ પહોંચી ગયા અને દાખલ થવા લાગ્યા હતા. અચાનક વધી રહેલા દર્દીઓની ભીડને કારણે હોસ્પિટલની વ્યવસ્થા પણ પડી ભાંગી હતી. આ દરમિયાન દર્દીઓ માટે પૂરતી જગ્યા ન હોવાના કારણે એક બેડ પર બે દર્દી રાખવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ શિક્ષણ મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રો.ચંદ્રશેખર સિંઘે હોસ્પિટલોની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવાનું જણાવ્યું હતું. તેમણે અધિકારીઓને આ મામલાની તપાસ કરવા આદેશ પણ આપ્યો હતો.
આ પણ વાંચો: …ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયથી તત્કાલિન મુખ્ય ચૂંટણી કમિશનર શેષનને નબળા પાડી દીધા હતા!
અહીં ઉલ્લેખનિય છે કે, આ ભોજન સમારંભમાં આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. સાથે જ હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ જણાવ્યું કે, ફૂડ પોઇઝનિંગ નબળા ખોરાકના કારણે થયું છે. જેના કારણે ઉલ્ટી, ઝાડા, ચક્કર અને તાવની સમસ્યા જોવા મળી રહી છે. જેની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bihar News