PRASHANT SAMTANI,PANCHMAHAL - ઇનોવેશન,સ્ટાર્ટઅપ અને એન્ટેરપ્રિન્યોર શીપ માટે વિધાર્થીઓ પ્રોત્સાહિત થાય તે હેતુથી ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી,ગાંધીનગર ધ્વારા ગુજરાતની અંદાજીત કુલ 481 નોન ટેકનીકલ કોલેજોમાં ઇનોવેશન કલબની સ્થાપના કરવમ આવેલ છે. તે અંતર્ગત ગોધરાની સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે પણ ઇનોવેશન કલબની સ્થાપના કરવામાં આવેલી છે. આ ઇનોવેશન ક્લબમાં સરકાર ધ્વારા વિધાર્થીઓનની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર આવે તેવા હેતુથી ઇનોવેશન ક્લબમાં ડ્રોન કેમેરા, ટેલેસ્કોપ, વગેરે જેવા સાધનો આપવામાં આવ્યા છે.
પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા મુકામે આવેલ શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજમાં ઇનોવેશન કલબની ૪ દીવ્સ્ય પ્રબોધ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રબોધ તાલીમમાં કોલેજના ૬૦ ઉપરાંત વિધાર્થીઓએ ભાગ લીધો હતો, ઇનોવેશન કલબની પ્રબોધ તાલીમ સ્ટેમ બોટીક્ષ કંપનીના ટ્રેનર સુનીલભાઈ વણકર ધ્વારા આપવામાં આવી હતી. આ તાલીમ માં વિધાર્થીઓને પ્રોગ્રામિંગ લેન્ગવેજ જેવી કે સી++, જાવા અને પાયથન જેવી ભાષાઓનો ઉપયોગ કરી કેવી રીતે એન્ડ્રોઇડ એપ બનાવી શકે તથા ડ્રોન કેમેરા કેવી રીતે ઉડાડવો તેને કેવી રીતે કંટ્રોલ કરવું અને ટેલેસ્કોપ થી કેવી રીતે અવકાશીય તત્વોને નિહાળવું, ટેલેસ્કોપને કેવી રીતે એસેમ્બલ કરવું તે અંગે પણ ટ્રેનીંગ આપવામાં આવી હતી.
શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ , ડૉ. અરુણસિંહ સોલંકી સાથે વાત કરતા જણાયું હતું કે ,શ્રી સાર્વજનિક કોમેસ કોલેજના ૬૦ ઉપરાંત વિધાર્થીઓએ આ ૪ દીવ્સ્ય પ્રબોધ તાલીમમાં ભાગ લીધો છે. તે વિધાર્થીને આ ટ્રેનીંગ ના માધ્યમ થી ઘણો એવો ફાયદો થશે અને દરેક વિધાર્થીએ આ પ્રકારની તેનીંગ માં જોડાવું જોઈએ એવી વાત કરી હતી. વધુમાં આ ઇનોવેશ ક્લબ ની ટ્રેનીંગ ધ્વારા વિધાર્થીઓના મન માં રહેલ નવા વિચારો દુનિયા સમક્ષ આવે અને કઇક નવું સર્જન કરે અને સમાજને મદદરૂપ બને પ્રયાસો સરકાર ધ્વારા થતા હોવાથી સરકાનો આભાર માન્યો હતો.