Table of Contents
રાજા મહારાજાના નામે લાખો-કરોડોની ઠરાઈનો પર્દાફાશ
રાજસ્થાનની કાંદિવલી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે રાજા મહારાજાના નામે લાખોની લોંન આપવાની વાત કરી ઠગાઈ કરતા લોકોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ લોકોને ખાસ ધ્યાનથી જોઈલો. કારણ કે, બની શકે છે કે આ લોકો તમને સરળતાથી લોન આપવાનો તમને વાયદો કર્યા હોય, જો એવુ હોય તો તમારે તરત પોલીસનો સંપર્ક કરવા જોઈએ. આ લોકોની કહાની કોઈ ફિલ્મથી ઓછી નથી, આ બંને તે મહારાજાના દરબારી છે જે લોકોને કરોડોની લોન આપવાનો વાયદો કરે છે. પછી લોકોના લાખો રૂપિયા લઈને મહારાજા સાથે ગાયબ થઈ જાય છે.
લોન આપવાના આંકડા પણ કરોડોમાં…
લોકોને છેતરવા માટે અવો ઢોંગ રચવામાં આવે છે. જેમાં તેમનો મહારાજ દરબારી સાથે મુંબઈથી આવે છે. આ લોકોની બેઠક ફક્તને ફક્ત ફાઈવસ્ટાર હોટલોમાં જ રાખવામાં આવે છે. લોન આપવાના આંકડા પણ કરોડોમાં જ હોય છે. લોન લેવા માટે આવેલા લોકો આમના કપડા જોઈને ફિના નામે લાખો રૂપિયા આપવા માટે તૈયાર થઈ જાય છે. આમની પહોંચ એટલી મોટી હોય છે કે, તેઓ 80 કરોડ સુધીની લોન આપવાની વાત કરતા હોય છે.
આ રહ્યો આ લોકોનો માસ્ટર પ્લાન
આમના કેટલાક લોકો મુંબઈમાં તે લોકોની જાસૂસી કરે છે, જેમને બેંક લોન નથી આપતી અને જેમના ખાતા NPA થઈ ગયા હોય છે. આવા લોકોને મળીને તેઓ તેમને લોન આપાવાની ભલામણ કરે છે, અને કહે છે કે, રાજસ્થાનમાં એવા ઘણા રાજા-મહારાજાઓ છે જે ઘણા પૈસાદાર છે અને કરોડોની લોન આપી શકે છે. ત્યાર બાદ આરોપીઓ ફાઈવસ્ટાર હોટલમાં તેમની મિટીંગ નક્કી કરે છે. અહીં એક આરોપી મહારાજાના વેશમાં મોંઘી ગાડીઓમાં આવે છે અને સામેની પાર્ટીને વિશ્વાસ અપાવે છે કે તેઓ કોઈ મોટા રાજવી છે, લોકો પણ આમનો રૂતબો જોઈને વિશ્વાસ કરી લે છે.
ગેંગનો માસ્ટર માઈન્ડ પોલીસની પકડથી દૂર
પોલીસ તપાસમાં ખબર પડી કે આ લોકોએ મોટા મોટા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. આ લોકોએ કેટલા લોકોને ચુનો લગાડ્યો છે? તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે. પોલીસના રિપાર્ટ પ્રમાણે આ લોકોએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. અત્યારે આ ગેંગના બે આરોપીઓ મુંબઈ પોલીસે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓના નામ શામ તલરેજા અને હિતેશ પારસનાની છે. બંને આરોપીઓને કોર્ટે 27 તારીખ સુધીની પોલીસ કસ્ટડીમાં મુક્યા છે. હજી આ ગેંગનો માસ્ટર માઈન્ડ પોલીસની પકડમાં આવ્યો નથી. માહિતી પ્રમાણે આ વ્યક્તિ હાલ દિલ્લીમાં હોવાનુ અનુમાન છે. પોલીસે પોતાની સ્પેશિયલ ટીમને આ વ્યક્તિને પકડવા માટે દિલ્લી રવાના કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર