આ અંગે માહિતી આપતા પ્રદેશ ભાજપ મહામંત્રી ગોરઘન ઝડફીયાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર તેમના કોઇ પણ શુભ દિવસે સેવાકીય કાર્ય કરતો હોય છે ત્યારે દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક સેવા પખવાડિયા અંતર્ગત વિવિઘ સેવાકિય કાર્ય ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયા થકી સેવાકીય કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગોરઘન ઝડફિયાએ જણાવ્યું કે, 17 સપ્ટેમ્બરના રોજ 579 મંડલમાં બલ્ડ ડોનેશન કેમ્પ યોજી વિશ્વરેકોર્ડ બનાવવામાં આવશે. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના જુદા-જુદા પેઇન્ટીંગ દુબઇના ચિત્રકાલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લી મુકાશે. આ ગેલેરીનું પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પણ રાખવામાં આવનાર છે. 20મી સપ્ટેમ્બરના રોજ કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં તમામ 182 વિઘાનસભા બેઠકને આવરી લેતા નમો કિસાન પંચાયત કાર્યક્રમ રાજ્યના આશરે 14 હજારથી પણ વધુ ગામોમાં 30 તારીખ સુઘી બેઠકો યોજવામાં આવશે. આ બેઠકમાં સરકારના વિવિઘ કામોની માહિતી રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: નેશનલ ગેમ્સના છેલ્લા બે દાયકામાં ગુજરાતે કુલ 52 મેડલ્સ મળ્યા
21મી સપ્ટેમ્બરના રોજ 750 સ્થાનો પર 13 થી 20 વર્ષની દિકરીઓનું હિમોગ્લોબીન અંગેનું ટેસ્ટીંગ અને તે અંગેની સારવાર કરવામાં આવશે. આ કાર્યક્રમ મહિલા મોરચા અને ગુજરાત ડોકટર સેલના સંયુકત ઉપક્રમે યોજાશે. દરેક સ્થાને આશરે 100 દિકરીઓનું હિમોગ્લોબીનનું ટેસ્ટીંગ થાય તેવા પ્રયત્ન કરવામાં આવશે. 25મી સપ્ટેમ્બર પંડિત દિન દયાળજીની જન્મજંયતી નિમિત્તે તમામ બુથ પર પંડિત દિન દયાળની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી તેમના જીવન અંગે માહિતી આપવામાં આવશે. તેમજ ગુજરાતની અનુ.જાતિ સમાજની મહિલાઓ માટે નારી શક્તિ વંદના કાર્યક્રમ આશરે દસ હજાર જેટલા મહિલાઓની ઉપસ્થિતિમાં યોજાશે. 25મી સપ્ટેમ્બરના રોજ અનુ.જાતી આરક્ષિત 40 વિઘાનસભા વિસ્તારમાં સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા મેગા નિદાન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે.
ગોરઘન ઝડફિયાએ વધુમાં જણાવ્યું કે, મહિલા મોરચા દ્વારા તારીખ પહેલી ઓક્ટોબરના રોજ હેલો કમલશક્તિ થકી મહિલાઓ સાથે સંવાદ અમદાવાદના જીએમડીસી કન્વેનશલ હોલ ખાતે કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીની ઉપસ્થિતિમાં યોજાશે. તેમજ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં પહેલી અને બીજી ઓક્ટોબરના રોજ સમગ્ર રાજયમા સફાઇ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજયના ચૂંટાયેલા તથા સંગઠનના કાર્યકરો શ્રમયજ્ઞ દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ઘરાશે.
2જી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે ભાજપાના તમામ ચૂંટાયેલા અને સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક ખાદી ખરીદી તથા ગ્રામીણ કારીગરો દ્વારા બનાવેલ ચીજ વસ્તુઓની ખરીદી કરાશે. ભાજપના કાર્યકરો વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના કાર્યો પરથી પ્રેરણા લે તે હેતુથી પ્રદેશ કાર્યાલય ખાતે તેમજ જિલ્લાના કાર્યાલય પર વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઇ વડાપ્રઘાન સુઘીની સફર અંગેની પ્રર્દશની યોજાશે. આમ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ થકી વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસ ઉજવી તેમના દિર્ઘઆયુષ્યની કામની સૌ સાથે મળીને કરીશું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Narendra Modi birthday, PM Modi પીએમ મોદી, Pm narendra modis