અમદાવાદમાં લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઝડપાયેલ આરોપી છેતરપિંડીની રકમથી સોનુ ખરિદવા ગયો હતો. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે.
લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગથી સાવધાન
6 લાખની છેત્તરપીંડી કરનાર આરોપી પકડાયો#Gujarat pic.twitter.com/hueMIk0vSz
— News18Gujarati (@News18Guj) September 23, 2022
ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદીને એક કોલ આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે તેને લાઈટબીલના 10 રૂપિયા બાકી છે અને તે નહીં ભરે તો કનેક્શન કપાઈ જશે. તેવુ જણાવી ફરિયાદી પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 6 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. ગુનાનો મુખ્ય આરોપી સાવન ગઢીયા છે. આરોપી ની પુછપરછ કરતા સામે આવ્યુ કે, તેની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સાવન જિગ્નેશને દર મહિને 45 હજાર પગાર આપી આ કામ કરાવતો હતો.
આ પણ વાંચો- નવરાત્રિ દરમિયાન આયોજકોએ CCTV સાચવી રાખવા પડશે
સાવન નામનો આરોપી ઝારખંડના પણ કેટલાક સાયબર ક્રિમિનલ્સના સંપર્કમાં હતો અને આ સાયબર ક્રાઇમ માટેની તેણે ઝારખંડમાં તાલીમ પણ લીધેલ છે. જોકે હાલમાં આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ લોકોએ આ મોડસ ઓપરેન્ડી દ્વારા કેટલા લોકોના બેંક ખાતા સફાચટ કર્યા છે તેની જાણકારી મેળવી રહી છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ahmedabad crime Ahmedabad News, Ahmedabad cyber crime, Cyber fraud, અમદાવાદ, ગુજરાત