શેઠ સી. એન. સ્કૂલમાં ભૂત હોવાની અફવા ફેલાઈ છે એ સમગ્ર મામલાની વિગત એવી છે કે, સીએન સ્કૂલના બાલ વિદ્યાલયના કેમ્પસમાં ભૂત છે તેવી અફવા ફેલાતા વિધાર્થીઓ ડરી ગયા હતા. જેમના કેટલાક બાળકો રડવા લાગ્યા હતા. આ સમગ્ર વિગત વાલીઓ સુધી પહોંચતા વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ ફરિયાદ કરી હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો. જે પ્રકારની ચર્ચા સામે આવી રહી છે તેમાં કોઈએ બાથરૂમમા ભૂત છે તેવું લખાણ લખ્યું હતું. તેમજ એક વિગત એવી પણ સામે આવી છે કે, હાયર સેકન્ડરીના વિધાર્થીઓ ભૂતની વાત મજાકમાં કરતા હતા ત્યાંથી આ અફવા ફેલાઈ છે.
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા ભાગતા હોવાના સીસીટીવી આવ્યાં સામે
આ અંગે સી.એન. વિદ્યાલયના નિયામક ડો. વૈશાલી શાહએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ગઈકાલે સ્કૂલ કેમ્પસમાં ન હતી બહારગામ હતી. જો આવો કોઈ પ્રસંગ બન્યો હોય તો આચાર્ય અમને ફોન જરૂરથી કરે. એટલે કોઈ આચાર્યનો ફોન મને આવ્યો નથી. એટલે આ બાબતમાં કોઈ તથ્ય હોય તેવું હું માનતી નથી. કદાચ કોઈ અફવા હોય તેવું લાગે છે. આચાર્યો આ બાબતે તપાસ કરશે અને જે કંઈપણ હકીકત હશે તે વિગતો અમારા સુધી પહોંચાડશે. અમે પણ આ મામલે યોગ્ય તપાસ કરીશું સાચેજ કોઈએ આફવા ઉડાવી છે કે પછી શું હકીકત છે અને સાચે જ આ બાબતને લઈને કોઈ બાળકમાં ગભરાટ ફેલાયો છે તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.
આ સાથે તેમણે જણાવ્યુ કે, ‘મને આચાર્ય તરફથી કે વાલીઓ તરફથી કે શિક્ષકો તરફથી રજુઆત મળી નથી. જો આવો કોઈ બનાવ બન્યો હોય તો આચાર્યો જરૂરથી ફોન કરે.
અમારી શાળમાં 1થી 5માં 700થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અમારી 100થી 110 વર્ષ જૂની સંસ્થા છે. અત્યાર સુધી આવી કોઈ વિગત બની નથી એટલે એ વાતમાં તથ્ય હોય તેવું જણાતું નથી.’
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat Education, અમદાવાદ, ગુજરાત