શું છે લોક વિજ્ઞાન કેન્દ્ર અને તે શું શું કાર્ય કરે છે?
લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રચાર અને પ્રસાર માટે પાછળા 27 વર્ષથી કાર્યરત સંસ્થા છે. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જીલ્લામાં વિજ્ઞાનને લગતી પ્રવૃતિઓ કરવામાં આવે છે. સાથે સાથે શાળા ક્ક્ષાએ પણ વિવિધ પ્રવૃતીઓનું આયોજન કરવામાં આવે છે. જેમ કે પ્રોજેક્ટ પ્રદર્શનો સ્પર્ધાઓ, વિવિધ વર્કશોપ વગેરેની ઉજવણી, વક્તવ્યો, સ્પર્ધાઓ, પ્રકૃતિ તાલીમ પ્રવાસ તથા વિજ્ઞાન સંબધિક શૈક્ષણિક પ્રવૃતિઓનું આયોજન સતત થતું રહે છે. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે માનવજીવન ખુબ જ ઉન્નત બન્યું છે. સાંપ્રત સમાજ સીધી રીતે વિજ્ઞાન સાથે જોડાયેલા છે.વિજ્ઞાન અને ટેકનોલોજીને આવનારી પેઢી સમજે તો માનવજીવન સતત વિકાસ તરફ વધતું રહેશે.
સાયન્સ સીટી ની મુલાકાત માટે કેટલો ખર્ચ થશે?
લોક વિજ્ઞાન કેન્દ્રના ડો. સુજાત વલી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાયન્સ સીટી ખાતેની પ્રવેશીય વિવિધ સાયન્સ ગેલેરી ની પ્રવેશ ફિ તથા પ્રવાસ ખર્ચ ગુજકોસ્ટ કચેરી દ્વારા ચુકવવામાં આવી રહ્યું છે. આમ દરેક વિદ્યાર્થીને સાયન્સ સીટી જવા આવવા સાથે ત્યાંની પ્રવેશ ફી અને જમવાનું પણ સંસ્થા દ્વારા જ પૂરું પાડવામાં આવી રહ્યું છે . આમ વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સાઈનસિટીની મુલાકાત લેવાનું સુંદર મજાનું આયોજન લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. દર અઠવાડીયે મંગળવાર થી શુક્રવાર ૪ દિવસ 50 થી 60 વિધાર્થી તથા 5 શિક્ષકો આ પ્રવાસનો લાભ લઇ શકે તે માટે ગુજરાત એસટી નિગમની કરાર આધારિત બસો પણ બુક કરવામાં આવી છે. જેમાં એક દિવસીય પ્રવાસમાં એક દિવસમાં 50 થી 60 વ્યક્તિઓને સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવી રહી છે.
બુકિંગ માટે કોનો સંપર્ક કરવો !
આ પ્રવાસ માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા ખાતે વિધાર્થીઓ દ્વારા વ્યક્તિગત નોંધણી કે શાળાઓ દ્વારા જુથમાં નોંધણી કરાવી શકાસે.વધુ માહિતી માટે લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરાનો સંપર્ક પણ કરી શકો છો. સંસ્થાના કો-ઓર્ડીનેટર હાર્મિત પટેલ નો સંપર્ક ૯૭૭૩૧૭૪૫૫૭ તથા મેનેજર અવિનાશ મિસ્ત્રીનો સપર્ક ૮૪૦૧૩૦૩૦૦૦ ઉપર કરી શકશો. અથવા તો શાળાનાં આચર્ય શ્રી નો સપર્ક સાધી શકાશે. સાયન્સ સીટી ખાતે વિધાર્થીઓની અભિરુચિ કેળવાય તે માટે નીચે મુજબના ખાસ આકર્ષણો જોવા મળશે.
(૧)આઈમેક્સ થ્રીડી થીયેટર.
(૨)એમ્ફીથિયેટર.
(૩) હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ.
(૪) લાઈફ સાયન્સ પાર્ક,
(૫) એનર્જી પાર્ક,
(૬) પ્લેનેટ અર્થ,
(૭)નેચર પાર્ક,
(૮) એકવાટીક્સ ગેલેરી.
(૯) મ્યુઝીકલ ફાઉન્ટેન.
(૧૦)એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી.
(૧૧) નોબેલ ડોમ વગેરે જોવા મળશે.
તમારા શહેરમાંથી (પંચમહાલ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Godhara, Local 18, Panchmahal