જો કે, મંગળવારે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર આ વિશે ટ્વિટ કરીને, તેણે કહ્યું કે હજી સુધી તેમને કંઈ કહેવામાં આવ્યું નથી. સેમે લખ્યું, શું ગૂગલનો સંપર્ક કરવાનો કોઈ રસ્તો છે? તેણે પ્લેટફોર્મ પર રકમ ટ્રાન્સફરનો સ્ક્રીનશોટ પણ પોસ્ટ કર્યો છે. આપને જણાવી દઈએ કે સેમ ઓમાહા, નેબ્રાસ્કામાં યુગ લેબ્સમાં સેફ્ટી એન્જિનિયર છે.
આ પણ વાંચો: Unique Business mind: ભારે વરસાદમાં યુવકે જબરો ધંધો શોધ્યો, લોકોને રસ્તા પાર કરાવી કમાણી કરી
કોણ છે આ હેકર?
સેમે કહ્યું કે તે બગ બાઉન્ટી શિકાર કરે છે. ઘણી કંપનીઓ આવા લોકોને ભેટ તરીકે પૈસા આપે છે. આવી સ્થિતિમાં તેમના સોફ્ટવેરમાં સિક્યોરિટી ગેપ છે. સેમે જણાવ્યું કે તે અગાઉ ગૂગલ માટે બગ બાઉન્ટી હન્ટિંગમાં કામ કરી ચૂક્યો છે. પરંતુ તે કામ અને તેઓ અત્યારે જે કરી રહ્યા છે તેમાં કોઈ સંબંધ નથી. જો કે, આ રહસ્ય ત્યારે સાફ થઈ ગયું જ્યારે ગૂગલે NPRને સ્પષ્ટતા કરી કે આ ચુકવણી ભૂલથી થઈ હતી અને ગૂગલે આ ભૂલને માનવીય ભૂલ ગણાવી છે.
It’s been a little over 3 weeks since Google randomly sent me $249,999 and I still haven’t heard anything on the support ticket. Is there any way we could get in touch @Google?
(it’s OK if you don’t want it back…) pic.twitter.com/t6f7v5erli
— Sam Curry (@samwcyo) September 14, 2022
શું Google લેશે પૈસા પાછા ?
ગૂગલે આપેલી માહિતી મુજબ, ગૂગલ ટીમની માનવીય ભૂલને કારણે, ખોટી પાર્ટીને ચૂકવણી કરવામાં આવી હતી. જો કે, તે વ્યક્તિએ પોતે તેની જાણ કરી તે સારી વાત છે. આ ભૂલ સુધારવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે, ગૂગલ આ પૈસા પાછા લેવા માંગે છે, સેમે તે 2.5 મિલિયન ડોલરની રકમમાંથી એક પૈસો પણ ખર્ચ્યો નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Ajab gajab news, OMG