પ્રથમ તબક્કાના મતદાનને 5 દિવસ બાકી, પ્રચાર પૂરજોશમાં
ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાવવાનું છે, ત્યારે પ્રથમ તબક્કાના મતદાનને માત્ર પાંચ દિવસ બાકી છે. આવામાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને નેતાઓ દ્વારા એડીચોટીનો દમ લગાવવામાં આવી રહ્યો છે. આજે પણ કેન્દ્ર અને રાજ્યના નેતાઓ સભાઓ જગવશે. છેલ્લા ચાર દિવસથી તમામ રાજકીય પક્ષો દ્વારા અનેક સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરી પોત-પોતાના ઉમેદવારોને જીતાડવા અપીલ કરવામાં આવી રહી છે.
ભાજપનું પ્રચાર પૂરજોશમાં
ભાજપ દ્વારા પણ પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે કેન્દ્ર અને રાજ્યના નેતાઓ સભાઓ જગવશે. અમિત શાહ, ઈસ્મૃતિ ઈરાની, પુરષોત્તમ રૂપાલા, CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સભાઓ ગજવશે. ગૃહમંત્રી અમિત શાહ ખેડાના મહુધા, દાહોદના ઝાલોદ, ભરૂચના વાગરા, નર્મદાના નાંદોદ અને અમદાવાદના નરોડામાં જંગી જનસભા સંબોધી ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટેની અપીલ કરશે. પુરષોત્તમ રૂપાલા નવસારીના વાંસદા, નવસારીના ચિખલી, ડાંગના આહવા, સુરતના વરાછા અને કતારગામમાં જનસભા સંબોધશે. સ્મૃતિ ઈરાની સુરતના ડાભોલીમાં સંમેલન, વલસાડમાં સભા સંબોધશે. ધર્મેન્દ્ર પ્રધાન સુરતના વીઆઈપી રોડ, ઓમરોલીમાં સભા કરશે. CM ભૂપેન્દ્ર પટેલ વિસાવદરમાં સભા, કેશોદમાં રોડ શો કરશે. જ્યારે પાટીલ દિયોદરમાં સભા ગજવશે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં 89 સીટો પર 1 ડિસેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 93 સીટો પર મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે ગુજરાત ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર