સાવરકુંડલા કોંગ્રેસ ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. પ્રતાપ દુધાતે નામ લીધા વગર ધમકી આપતાં કહ્યું કે, કેટલાક પોલીસ અધિકારી એજન્ટ બન્યા છે. ભાજપના એજન્ટ બનીને કામ કરે છે. અધિકારી સ્પેશિયલ સાવરકુંડલામાં મુકાયા છે. 1 તારીખ તમારી છે, 2 તારીખ પ્રતાપ દુધાતની છે. જે એજન્ટ બનીને કામ કરે છે તે શાનમાં સમજી જાય. સાબરમતીમાં ઘણાને સડતા જોયા છે. હાથમાં ધોકો આવ્યો તો છાતી સુધી ન આવુ તો કહેજો. એરૂંના ડંખથી બચશો, મારા ડંખથી 3 પેઢી નહીં બચે.
નામ લીધા વિના પોલીસ અધિકારી પર પ્રહાર કર્યા
સાવરકુંડલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતે જાહેરસભામાં નામ લીધા વિના પોલીસ અધિકારી પર પ્રહાર કર્યા હતા. ભાજપના એજન્ટ બનીને કામ કરતા પોલીસ અધિકારી સ્પેશિયલ સાવરકુંડલા મુકાયા છે. 1 તારીખ તમારી છે ને 2 તારીખ પ્રતાપ દુધાતની છે. જે પોલીસ એજન્ટ બનીને કામ કરે છે તેઓ શાનમાં સમજી જાય, જે મોટા-મોટા આવે છે ને એમના બાપુજી સામે ફાઈટ આપી છે. વણઝારાના દિવસો પણ જોયા છે અને અમે કોંગ્રેસીઓ છીએ, એકવાર પકડી લઈએ તો મુકતા નથી. સાબરમતીમાં પણ કેટલાયને સડતા જોયા છે.
અમરેલીના સાવરકુંડલામાં કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપ દુધાતનો વીડિયો વાયરલ#GujaratElections2022 #GujaratElections #ElectionWithNews18 #Gujarat #Amreli @PratapDudhatMla pic.twitter.com/SmUU2EpjKM
— News18Gujarati (@News18Guj) November 25, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Congress Candidate, Gujarat Assembly Election 2022, Latest viral video