Gujarat assembly election 2022 Surat: Congress leader Rahul Gandhi is addressing a public meeting at Mahuva in Surat


મહુવા: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં છે. તેઓ આજે બે જાહેર સભા સંબોધવાના છે. જ્યારે આજે સુરતના મહુવામાં જાહેરસભા સંબોધતાં તેમણે જણાવ્યુ હતુ કે, આ યાત્રામાં બધા આવી જાય છે, તમને કોઇ નથી પૂંછતુ કે તમારો ધર્મ, જાતિ કઇ છે. સવારથી રાત થઇ જાય છે, પરંતુ થાક નથી લાગતો. અહીં પણ મને કોન્વેયમાંથી ઉતરીને કારમાં બેસવાનું કહ્યું પરંતુ મેં એટલું ચાલી નાંખ્યું.

‘આદિવાસીઓ દેશના પહેલા માલિક છે’

સુરતના મહુવામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારત જોડો યાત્રમાં નફરત કે હિંસા નથી માત્ર ભાઈચારો છે. સાથે જ તેમણે કહ્યું કે, ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે. તમે વનવાસી નહીં આદિવાસી છો. આ દેશ તમારો છે. આદિવાસીઓને ફાયદો આપતા કાયદા લાગુ જ નથી થયા. ભાજપના લોકો તમારી જમીન છીનવા માગે છે. આદિવાસીઓ દેશના પહેલા માલિક છે. અમારી સરકારમાં આદિવાસીઓને શિક્ષણ મળશે. અમે ઇચ્છીએ છીએ કે તમારા ઇતિહાસની રક્ષા થાય.

Published by:Azhar Patangwala

First published:

Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022, Rahul gandhi latest news





Source link

Leave a Comment