Gujarat Government workers protest at assembly


ગાંધીનગર : આગામી વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ વિભાગના અસંતુષ્ટ લોકો હાલ આંદોલનના રસ્તે વળ્યા છે. તમામને લાગે છે ત્યારે ચૂંટણી ટાણે રાજ્ય સરકારનું નાક દબાવીશુ તો કામ થશે. જેને લઇને હાલ રાજ્ય સરકાર વિવિધ આંદોલનોથી ઘેરાઇ છે. આરોગ્ય કર્મચારી, વન કર્મચારી, શિક્ષકો તેમજ પૂર્વ સૈનિકો,આંગણવાડીની બહેનો એ સરકાર સામે મોરચો ખોલ્યો છે. એવામાં કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજના ફિક્સ વેતન નાબૂદી સહિતના મુદ્દે આજથી અનોખા વિરોધની જાહેરાત કરાઇ છે.

જ્યાં સુધી સરકાર પડતર માંગણીઓનો સ્વીકાર ન કરે ત્યાં સુધી કાળા કપડા પહેરીને કચેરીમાં ફરજ બજાવવાનો નિર્ણય કર્યો છે. તો આવતીકાલે બુધવારે શરૂ થતા વિધાનસભાના સત્રને ધ્યાનમાં લઈને વિધાનસભા ઘેરાવો કરવા અને તા. 22 સપ્ટેમ્બરથી પેનડાઉન કરીને હડતાલનું એલાન પણ આપવામાં આવ્યું છે.

કર્મચારીઓના આંદોલનને પરિણામે રાજ્યભરના વહીવટી તંત્રને વ્યાપક અસર થવા પામી છે. જન સેવા કેન્દ્ર અને ઈ-ધરા સહિતની મહેસુલી કામગીરી પણ ખોરવાઇ છે તો બીજી બાજુ મામલતદાર એસોસિએશન તરફથી પણ લડતને ટેકો જાહેર કરાયો છે. પરિણામે જિલ્લા કલેકટર કચેરીઓમાં સન્નાટો વ્યાપ્યો છે. માસ સીએલ પર ઉતરેલા કર્મચારીઓ બુલંદ માગણી કરી રહયા છે કે, જૂની પેન્શન યોજનાનો લાભ આપવામા આવે.

નવરાત્રી પહેલા ધૂમ મચાવી રહી છે અમદાવાદની આ ‘મા બેટી’ની જોડી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કર્મચારીઓના આંદોલનનું દબાણ સરકાર પર વધી રહ્યું છે. વિવિધ પડતર માગણીઓને લઈને કર્મચારીઓ સરકાર સામે મોરચો ખોલીને બેઠા છે. સચિવાલય સંકુલમાં પણ કર્મચારીઓ સરકાર વિરોધી સુત્રો પોકારતા નજરે પડ્યા હતા.

જૂની પેન્શન યોજના સહિતની માગણીઓના સંદર્ભે મહેસુલી કર્મચારી મંડળ દ્વારા પણ આંદોલનને ટેકો જાહેર કરાતાકર્મચારીઓ વર્ક ટુ રૂલ પર ઉતરી ગયા છે કચેરીના સમય સિવાય કોઈપણ વધારાની કામગીરી થતી ન હોવાના પરિણામે વહીવટી તંત્ર પર વ્યાપક અસર જોવા મળી રહી છે.

ગઈકાલના સમગ્ર દિવસ દરમિયાન સચિવાલય મુલાકાતીઓથી ઉભરાયું હતું પરંતુ એક પણ મંત્રી એની કચેરીમાં હાજર ન હતા. સચિવાલયમાં મંત્રીઓ ગેરહાજર રહેવાના પરિણામે અરજદારો રખડી પડ્યા હતા. સરકાર દ્વારા આંદોલનને ડામવા માટે થઈને ચાર જિલ્લાથી પોલીસોને ગાંધીનગરમાં ખડકી દેવામાં આવી છે. છતાંય સચિવાલયની કિલ્લેબંધી વચ્ચે પણ કર્મચારીઓએ દેખાવ કર્યા હતા. સચિવાલયની બહારથી 2000 જેટલા આરોગ્ય કર્મચારીઓને દેખાવ કરતા રોકીને પોલીસ વાનમાં બેસાડીને ગાંધીનગરથી દૂર 20 કિલોમીટર છોડી દેવામાં આવ્યા હતા.

Published by:Kaushal Pancholi

First published:

Tags: Gujarat Elections, Gujarat Government, ગાંધીનગર, ગુજરાત



Source link

Leave a Comment