Gujarat grandmaster and FIDE senior trainer Tejas Bakre appointed as coach rv


ગુજરાતના ગ્રાન્ડમાસ્ટર અને ફિડે સિનિયર ટ્રેનર તેજસ બાકરેની ઓક્ટોબર 2022 નાં દિવસે અઝરબૈજાનના નાકચિવન ખાતે યોજાનાર વર્લ્ડ યુથ ઓલિમ્પિયાડ માટે ભારતીય ટીમ અંડર-16ના કોચ અને નોન પ્લેઈંગ કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. જે ભારત માટે ખૂબ ગર્વની વાત છે.

વાસ્તવમાં આ ઇવેન્ટ ખૂબ જ પ્રતિષ્ઠિત છે. જ્યાં દેશના ટોપ ક્લાસ યુવાનો યુથ ઓલિમ્પિયાડમાં ભાગ લે છે. આ એક ટીમ ઈવેન્ટ છે જેમાં 3 છોકરાઓ અને 1 છોકરીનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના ખેલાડીઓ પ્રણવ વી, પ્રણેશ એમ, હર્ષદ એસ, રોહિત એસ, બોરમનીકર ટી, મૃતિકા મલ્લિક ને ટીમ માં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કંપાવતો વીડિયો: નાનકડું બાળક થોડાક અંતરથી બચી ગયું, કાર ધડાકાભેર બિલ્ડિંગ સાથે અથડાઈ

ગ્રાન્ડમાસ્ટર તેજસ બકરે ચેન્નાઈ ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલ ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ટીમ 3ના કોચ પણ હતા અને તેઓ ઐતિહાસિક ઓલિમ્પિયાડ ટોર્ચ રિલેના મુખ્ય સંયોજક પણ હતા જે ભારતના 75 શહેરોમાં ગયા હતા અને 44મી ચેસ ઓલિમ્પિયાડમાં એરપોર્ટ ઓપરેશન્સના અધ્યક્ષ હતા.

ચેન્નાઈ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના સુચારુ સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ અંગે તેજસ બાકરે એ જણાવ્યું હતું કે અમારી ટીમમાં તમામ પ્રોફેશનલ ખેલાડીઓ છે, જેઓ સતત મોટી ટૂર્નામેન્ટમાં રમતા રહે છે. હું ખેલાડીઓ સાથે સતત સંપર્કમાં છું અને સ્ટ્રેટેજી તૈયાર કરી રહ્યા છીએ.

વધુ માં તેમને જણાવ્યું કે ભારત ચેસનું પાવરહબ બની રહ્યું છે, ચેસ ઓલિમ્પિયાડ જેવી મોટી ટૂર્નામેન્ટની તૈયારી માટે 2-3 વર્ષ જેટલો સમય જોઈએ. જ્યારે ભારતે ટૂંકાગાળામાં તેનું આયોજનનો પડકાર સ્વીકાર્યો તે સરળ વાત નથી આગામી સમય માં પણ આ પ્રકારે ચેસ માટે ભારત આગળ વધતું રહેશે.

આ પણ વાંચો : Exclusive: આખરે કોણ છે PFI ના સભ્યો, શું કામ NIA આ વિવાદાસ્પદ સંગઠન પર કરી રેડ? જાણો સમગ્ર વિગતો

કોણ છે તેજસ બાકરે ?

ગુજરાતના સૌપ્રથમ ગ્રાન્ડ માસ્ટર તેજસ બાકરે ચેસ ઓલિમ્પિયાડ માટેની ભારતની ત્રીજી મેન્સ ટીમના કેપ્ટન તરીકે પસંદ પામ્યા હતા. એ સમયે તેજસ બાકરેની ટીમમાં ગ્રાન્ડ માસ્ટર સૂર્યશેખર ગાંગુલી, કાર્તિકેયન મુરલી, એસ.પી. સેતુરામન, અભિજીત ગુપ્તા અને અભિમન્યુ પુરાનિકનો સમાવેશ થયો હતો જ્યારે આ વખતે ભારતીય ટીમના ખેલાડીઓ માં પ્રણવ વી, પ્રણેશ એમ, હર્ષદ એસ, રોહિત એસ, બોરમનીકર ટી, મૃતિકા મલ્લિક તેમની ટીમમાં છે ચેસ ઓલિમ્પિયાડમાં નોન પ્લેઈંગ કેપ્ટન હોય છે, જે કોચ તરીકની ભૂમિકા ભજવે છે. ત્યારે આ વખતે પણ કોચ સર તેજસ બાકરે નો અનુભવ મહત્વનો બની રહેશે ..

Published by:Rahul Vegda

First published:

Tags: Chess, ગુજરાત



Source link

Leave a Comment