હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. આજથી આવતીકાલે રવિવાર અને સોમવારે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. દિક્ષણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ જોવા મળી શકે છે. ભાવનગરથી લઇને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. આગામી બે-ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક હળવો વરસાદ જોવા મળી શકે છે.
ગુજરાતમાં સારા વરસાદની આગાહી
દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના#Gujarat pic.twitter.com/i1ixLBZmNZ
— News18Gujarati (@News18Guj) September 17, 2022
આ પણ વાંચો: વલસાડ: મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ખાડામાં ખાબકી
બીજી બાજુ, રાજ્યમાં સતત વરસાદને લઇને નદીઓમાં પાણીની સપાટી વધી રહી છે અને ડેમો ઓવરફ્લો થઇ રહ્યા છે, ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.67 મીટરે પહોંચી છે. શનિવારે બપોરે ત્રણ કલાકે ડેમની સપાટી 138.67 મીટર નોંધાઇ હતી. હાલ ડેમમાં પાણીની આવક 2,80,398 ક્યુસેક છે. જ્યારે 23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણીની જાવક નોંધાઇ રહી છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 43,649 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં પાણીની જાવક 21,219 ક્યુસેક છે. આમ, નદીમાં પાણીની કુલ જાવક 2,58,649 ક્યુસેક છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર દિવસથી વલસાડમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પાણી ઓસરી રહ્યા નથી અને ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને પગલે હાલર તળાવ ઓવરફ્લો થયો છે. જેને કારણે આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તળાવ ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વાપી, વલસાડ, કપરાડામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gujarat rain Data, Gujarat Rain Forecaste, Heavy rain forecast, Narmada dam