Gujarat Vidhan Sabha 2022 Monsoon session of two days


ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વેનું આખરી ચોમાસું સત્ર આગામી તારીખ 21 અને 22 સપ્ટેમ્બર એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ બે દિવસમાં હાથ કરવાના કામકાજને લઈને આજે બપોરે 12 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. જેમાં વિધાનસભાના સત્ર દરમિયાન હાથ ધરવાના કામોની આખરી ઓપ આપવામાં આવશે.

આ બેઠક વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્યના વડપણ હેઠળ મળશે. આ બેઠક દરમિયાન વિરોધ પક્ષ દ્વારા માત્ર બે દિવસ માટે બોલાવવામાં આવેલા વિધાનસભાના સત્રનો વિરોધ કરવામાં આવશે તેમજ બે દિવસના બદલે વધુ સમય માટે આ સત્ર બોલાવવું જોઈએ અને પ્રજાના પ્રશ્નો પર ચર્ચા થવી જોઈએ તેવી માગણી કરવામા આવશે.

ચોમાસા સત્રના પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ બાદ કામકાજ મુલતવી રાખવામાં આવશે. જ્યારે અંતિમ દિવસે કેટલાક સુધારા વિધયોકો રજૂ કરવામાં આવશે.

● આ સત્ર દરમિયાન ગુજસીટોકને ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એન્ડ એડમેન્ટ એક્ટ લાવવામાં આવનાર છે.

● ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયકનો ઉદ્દેશ રાજ્યમાં અન્ય ઠેકાણે ચાલતી લો કોલેજને નેશનલ યુનિવર્સિટી સાથે સાંકળવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું

● આ ઉપરાંત ઢોર નિયંત્રણનો કાયદો પરત ખેંચવાને લઈને માલધારીઓ દ્વારા દબાણ કરવામાં આવતા સરકારે આ કાયદો પરત ખેંચવાની તૈયારીઓ શરૂ કરી છે.

● ગુજરાત મ્યુનિસિપાલટી એકટમાં સુધારા સંદર્ભે વિધેયક સત્ર દરમિયાન લાવવામાં આવશે.

ગુજરાત જીએસટી સુધારા વિધેય 2022, ગુજરાત મ્યુનિસિપાલિટી સુધારા વિધેક 2022, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક 2022, વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા AAPને મોટુ નુકસાન, BTP એ ગઠબંધન તોડ્યું

● આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વની જાહેરાતો વિધાનસભાના ફ્લોર પરથી મુખ્યમંત્રી કક્ષાએથી કરવામાં આવશે. બીજી બાજુ વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા વિવિધ મોરચે સરકારને ઘેરવાનો પણ પ્રયત્ન થશે.

Published by:Vinod Zankhaliya

First published:

Tags: ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022, ગુજરાત વિધાનસભા



Source link

Leave a Comment