ઇન્સ્ટાગ્રામમાં thekattappa નામની આઈડી પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, ગોલ્ડન રિટ્રિવર ડોગ ગરબા કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ ગુજરાતી ડોગનું પોતાનું એક પર્સનલ એકાઉન્ટ છે, તેનું નામ કટપ્પા છે. તે પોતાની માલકણ સાથે ગુજરાતી અંદાજમાં ગરબા કરી રહેતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે.
Table of Contents
ગુજરાતી રંગથી રંગાયેલો ડોગ ગરબા કરવા લાગ્યો
સોશિયલ મીડિયામાં શેર કરેલો ગોલ્ડન રિટ્રીવરનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં એક છોકરી સાથે તે ગરબા રમતો જોવા મળે છે. જેમ જેમ છોકરી ગરબા કરે છે તેમ તેમ ગોલ્ડન રિટ્રીવર પણ તેને ફોલો કરે છે. આમ, એકપછી એક ગીત પર ગરબા કરતો જોઈને લોકોને ખૂબ મજા આવી રહી છે. આ ગોલ્ડન રિટ્રીવર એક ગુજરાતી પરિવારનો સદસ્ય છે. નવરાત્રી નજીક આવતી હોય અને કોઈપણ ગુજરાતી પરિવાર ગરબા ના કરે તેવું કેવી રીતે બની શકે. તે જ રીતે, ગુજરાતી પરિવારમાં રહેતો આ ડોગ પણ ગુજરાતી પરિવાર સાથે ગરબામાં સામેલ થઈ ગયો છે.
ક્યારેય જોયો છે ડાન્સિંગ ‘કટપ્પા’?
ગોલ્ડન રિટ્રીવર ડોગને ગુજરાતી પરિવારે દત્તક લીધું છે. તેવામાં તે ગરબા કરે તે સ્વાભાવિક છે. વીડિયોની લીડ લાઇન પણ તે જ છે. વીડિયોમાં ડોગ છોકરી સાથે ગરબે ઘૂમતો જોવા મળી રહ્યો છે અને આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે. આ ડોગનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ‘કટપ્પા’ નામથી છે. આ વીડિયોની પોસ્ટમાં લોકોએ ડોગના નામને લઈને પણ કોમેન્ટ કરી છે. આ બધી વાતોને ધ્યાને રાખીએ તો હોશિયાર અને સમજદાર પ્રાણી ગણાતા ડોગમાં વધુ એક કળા ઉમેરાઈ છે અને તે છે ‘ડાન્સિંગ’ની કળા. ત્યારે જ તો ડોગ ગુજરાતી પરિવાર સાથે ગરબે ઘૂમી રહ્યો છે. વીડિયોને 18 હજારથી વધુ લાઇક્સ મળી ચૂક્યાં છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Internet viral, Pet Dog, Video viral