સુરતની બે મહિલા પોતાની જાતે બનાવી રહી છે હેન્ડમેડ જવેલરી
આ જવેલરી વેસ્ટેજ કાપડમાંથી બનાવવામાં આવે છે. અને આ પ્રકારની જવેલરીની નવરાત્રીમાં ઘણી માગ રહે છે. ગરબા રમતી મહિલા જયારે સિમપલ ચણિયાચોળી કે કુર્તી પેહરે છે. ત્યારે આ જવેલરી તેની પેહલી પસંદ બને છે. કારણકે આ જવેલરી પહેરવાથી તેના કપડાંને એક નવું આકર્ષણ મળે છે. અને આ લાઈટ વેટ જવેલરી હોવાથી મહિલાઓ ગરબા રમતી વખતે તેને ખાસ પસંદ કરે છે. આ જવેલરી વેસ્ટેજ કાપડમાંથી બનતી હોવાથી કપડાંને મેચીંગ જવેલરી પણ બની શકે છે. જેથી મહિલાનો પોતાની પસંદ પ્રમાણે જવેલરી બનાવી શકે છે.
આ સાથે આ જવેલરીમાં હાથ વડે ક્રાફટ પણ કરવામાં આવે છે.આ ઉપરાંત આ જવેલરી નવરાત્રી સિવાય અન્ય પ્રંસગોમાં પણ પહેરતી હોવાથી નવરાત્રી સિવાય પણ આ જવેલરીની માગ રહે છે.અને લાંભા સમય સુધી આ જવેલરી ખરાબ થતી નથી.આ જવેલરી બનાવતી મહિલાને આ એક જવેલરી બનાવતા એક દિવસ થાય છે.
જવેલરી બનાવતી આ મહિલાઓ કપડાં સીવવાનું કામ કરે છે. ત્યારે કોઈકવાર કપડાં સીવ્યા બાદ તેનું ઘણું કાપડ બચે છે. ત્યારે આ બચેલા કાપડમાંથી તેમને જવેલરી બનવાનો વિચાર આવ્યો અને તેમને આ હેન્ડમેડ જવેલરી બનવાનું શરુ કર્યું. જે લોકોને ઘણી પસંદ આવતા આ જવેલરીની માગ વધી હતી. અને કપડાંને મેચીંગ જવેલરી બનતી હોવાથી મહિલાએ બીજી જવેલરી ખરીદવા માટે ખાસ મેહનત કરવી પડતી નથી. અને આ જવેલરી બજારમાં મળતી જવેલરી કરતા યુનિક હોવાથી મહિલાઓની પેહલી પસંદગી બની છે હેન્ડમેડ જવેલરી.
આ જવેલરી ઓનલાઇન મળતી હોવાથી સુરતની બહાર અને રાજ્યની બહારથી પણ તેના ખાસ ઓર્ડર મળે છે. અને કુરિયર મારફતે આ જવેલરી ગ્રાહકો સુધી પોહ્ચાડવામાં આવે છે
તમારા શહેરમાંથી (સુરત)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Navratri 2022, Navratri Fashion, Surat news, Surat Samachar, સુરત, સુરતના સમાચાર