Harsha Engineers IPO: અમદાવાદી કંપનીને તગડો રિસ્પોન્સ, વર્ષનો સૌથી વધુ સબ્સક્રાઈબ થનાર આઈપીઓ બન્યો


મુંબઈઃ એન્જિનીયરિંગ પ્રોડક્ટ્સ બનાવતી અમદાવાદ સ્થિત કંપની હર્ષાા એન્જિનીયર્સ ઈન્ટરનેશનલ (HEIL)ના IPO પર રોકાણકારોએ ઘણા રુપિયા લૂટાવ્યા છે. કંપનીનો IPO બંધ થવાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 75 ગણો વધુ સબ્સ્ક્રાઈબ કરવામાં આવ્યો હતો. આ સાથે હર્ષાા એન્જિનીયર્સ ચાલુ વર્ષનો અત્યાર સુધીનો સૌથી વધુ સબ્સ્ક્રાઈબ થયેલ આઈપીઓ બન્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર આપવામાં આવેલા ડેટા અનુસાર, આ IPO દ્વારા અમદાવાદની હર્ષાા એન્જિનીયર્સ દ્વારા કુલ 1.68 કરોડ શેર વેચાણ માટે મૂકવામાં આવ્યા હતા. જેની સામે કંપનીના શેર ખરીદવા માટે થયેલી અરજીઓમાં રોકાણકારોએ કુલ 125.96 કરોડ શેર માટે બિડ કરી હતી.

આ પણ વાંચોઃ સામાન્ય લાગતા આ બિઝનેસમાં છે બંપર કમાણી, બજારમાં રહે છે જંગી માંગ

ક્યા સેગમેન્ટમાં કેટલો ભરાયો

હર્ષા એન્જિનીયર્સ કંપનીનો IPO ખુલતાવેત ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટે રિઝર્વ ક્વોટામાં સૌથી વધુ 178.26 ગણો ભરાયો હતો. બીજી તરફ, બિન-સંસ્થાકીય રોકાણકારો (NIIs) એ આ આઈપીઓને તેમના ક્વોટા શેર્સ માટે 71.32 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ કર્યો હતો જ્યારે રિટેલ રોકાણકારોએ તેમના શેર માટે 17.63 ગણી વધુ બોલી લગાવી છે.

ગ્રે માર્કેટ પ્રીમિયમ 70% સુધી પહોંચ્યું

હર્ષા એન્જિનીયર્સના શેરની પણ અનલિસ્ટેડ માર્કેટમાં સારી માંગ જોવા મળી રહી છે. શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, IPO બંધ થવાના છેલ્લા દિવસે હર્ષા એન્જિનીયર્સના IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 70 ટકા પર પહોંચી ગયું છે. તેની કિંમત 230 રૂપિયા આંકવામાં આવી છે. આ સ્પષ્ટ કરે છે કે ગ્રે માર્કેટને અપેક્ષા છે કે હર્ષા એન્જિનીયર્સ પોતાના અપર પ્રાઇસ બેન્ડ કરતાં લગભગ 70 ટકા વધુ ઉછળીને લિસ્ટ થશે.

આ પણ વાંચોઃ બચત કરવી છે પણ ઇક્વિટીમાં રોકાણ નથી કરવું? આ સ્ટ્રેટેજી અપાવી શકે છે સારું રિટર્ન

રોકાણ કરવું કેટલું સારું છે

હર્ષા એન્જિનીયર્સમાં રોકાણ અંગે બજારના નિષ્ણાતો માને છે કે માત્ર ગ્રે માર્કેટના સંકેતોના આધારે રોકાણ કરવું યોગ્ય રહેશે નહીં. તેમાં રોકાણ કરવા માટે કંપનીની નાણાકીય કામગીરીને જોઈને નિર્ણય લેવો યોગ્ય રહેશે.

કંપની વિશે

હર્ષા એન્જિનીયર્સ ઇન્ટરનેશનલ એ હર્ષા ગ્રુપની કંપની છે. સંગઠિત ક્ષેત્રની આ ભારતીય કંપની આવકની દ્રષ્ટિએ ચોકસાઇવાળા પાંજરા બનાવવાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક છે. આ કંપની 25 થી વધુ દેશોમાં બિઝનેસ કરે છે. એન્જિનિયરિંગ ઉપરાંત, આ કંપની સોલર EPC સેગમેન્ટમાં પણ બિઝનેસ કરે છે. તેના શેરની ફાળવણી 21 સપ્ટેમ્બરે છે અને લિસ્ટિંગ 26 સપ્ટેમ્બરે છે.

આ પણ વાંચોઃ શું તહેવારો પર નવી કાર લેવાનું વિચારી રહ્યો છો? તો આ 10 બેંકો આપી રહી છે સૌથી સસ્તા દરે લોન

કંપનીનો નફો અને આવક ઝડપથી વધી

જો હર્ષા એન્જિનીયર્સની નાણાકીય સ્થિતિ જોઈએ તો તેની આવક અને ચોખ્ખો નફો સતત વધ્યો છે. નાણાકીય વર્ષ 2022માં તેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે રૂ. 45.44 કરોડથી વધીને રૂ. 91.94 કરોડ થયો હતો. તે જ સમયે, આવક 876.73 કરોડ રૂપિયાથી વધીને 1339 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

રોકાણકારોએ શું કરવું જોઈએ?

LKP Researchએ હર્ષા એન્જિનિયર્સના શેર ખરીદવાની સલાહ આપી છે. કંપની લગભગ 7500 પ્રકારના ઉત્પાદનો બનાવે છે. જેમાં સિલિન્ડ્રિકલ રોલર કેજ, કોમ્પ્લેક્સ અને સ્પેશ્યલાઇઝ્ડ પ્રીસિજશન સ્ટેમ્પ્ડ કંપોનન્ટ સહિત અનેક પ્રકારના કેજ બનાવે છે. કેલેન્ડર વર્ષ 2021માં ગ્લોબલ ઓર્ગેનાઇઝ્ડ આઉટસોર્સ્ડ બેરિંગ્સમાં હર્ષા એન્જિનિયર્સના ઉત્પાદનોનો હિસ્સો 6.5% છે. કંપનીની ઈશ્યુ કિંમત 314-330 રૂપિયા છે. 330 રૂપિયાના ઉપલા પ્રાઇસ બેન્ડ મુજબ કંપનીના મૂલ્યાંકન પર નજર કરીએ તો, નાણાકીય વર્ષ 2022ની કમાણીના સંદર્ભમાં તેનો P/E 27.7X છે. તે અન્ય હરીફ કંપનીઓની સમકક્ષ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Expert opinion, IPO News, Share market, Stock market Tips



Source link

Leave a Comment