આજકાલની દોડધામ ભરી જિંદગીથી અને ફાસ્ટફૂડ, કેમિકલ યુક્ત ખોરાકના કારણે લોકોને અનેક રોગો થાય છે. આ રોગોથી આયુર્વેદ અને યોગથી બચી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસથી યોગને વિશ્વ ભરમાં સ્વીકૃતિ મળી છે. અને વિશ્વભરમાં લોકો યોગ કરે છે. દેશમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા અનેક યોગના કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં તારીખ 23, 24, 25 સપ્ટેમ્બર 2022 સવારે 5:45 થી 7:15 કલાકે કાનમ પાર્ટી પ્લોટ, કુડાસણ, ગાંધીનગર ખાતે ત્રિદિવસીય નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
શિબિરની રૂપરેખા આ પ્રમાણે રહેશે પ્રથમ દિવસે સ્પેશિયલ ઇન્ટીગ્રેટેડ યોગ અભ્યાસ ફોર વેઇટ લોસ, દ્વિતીય દિવસે બીપી, ડાયાબિટીસ,થાઇરોઇડ જેવા રોગ નિવારણ યોગ અભ્યાસ, તૃતીય દિવસે માનસિક તણાવ દૂર કરીને આનંદિત અને સ્વાસ્થ્ય યુક્ત જીવનશૈલી નું માર્ગદર્શન તથા યુવાઓ માટે એડવાન્સ યોગ પ્રેક્ટિસ અને સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન શિબિર દરમિયાન ડાયાબિટીસ ચેકઅપ અને ડો. તેજલ દલાલ દ્વારા નિઃશુલ્ક આંખનું ચેકઅપ કરવામાં આવશે. આ યોગ શિબિરનો લાભ લેવા તમામ નગરજનોને શિબિર સંચાલક યોગાચાર્ય ડૉ. કાનજીભાઇ બાવરી (નેચરોપેથ) દ્વારા લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આંદોલનકારીઓનાં ગાંધીનગરમાં ધામા; સ્થાનિકો પરેશાન થતા આપી સરકારને આવી ચેતવણી
આ શિબિરમાં ભાગ લેવા યોગચાર્ય ડૉ. કાનજીભાઈ દ્વારા શિબિર દરમ્યાન ધ્યાનમાં રાખવાની બાબતો જણાવી છે. 1. શિબિર ના સમય થી 10 મિનિટ પહેલા તમારું સ્થાન લેવાનું રહેશે. 2. શોચ ક્રિયા તથા સ્નાન ક્રિયા પૂર્ણ કર્યા પછી (શક્ય હોય તો) સફેદ ખુલ્લા વસ્ત્રો પહેરી ને આવવું. 3. પેટનું ઓપરેશન કરાવેલું હોય તો 6 મહિના પછી યોગ અભ્યાસ કરી શકાય છે.4.ગર્ભવતી સ્ત્રીઓ આ શિબિર ભાગ લઈ શકશે નહીં. 5. કમરનો દુખાવો હોય તો આગળ જુકવા ના આસનો ન કરવા. 6. હરનીયા હોય તો પાછળ જુક્વા ના આસનો ન કરવા. 7. બેસવા માટે આસન (યોગ મેટ) લઈ આવવી. 8. નોટ પેન સાથે લાવવા જણાવ્યું છે.
શિબિરની વધુ માહિતી માટે સંપર્ક નંબર:ડો. નેહલબેન દેસાઈ, 9409212567 હિતેન્દ્રભાઈ બાવરી, 8320369479
તમારા શહેરમાંથી (ગાંધીનગર)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર