વિકલાંગ વ્યક્તિઓ માટે હેન્ડિકા કોર્સ ચલાવવામાં આવે છે
અંધજન મંડળ સંસ્થા દ્વારા વિકલાંગ વ્યક્તિઓ માટે હેન્ડિકા કોર્સ ચલાવવામાં આવે છે. આ વર્કશોપને લીધે કેટલાય વિકલાંગોને તેમની આજીવિકા પૂરી પાડવામાં આવે છે. દરેક અન્ય વ્યવસાયની જેમ લોકડાઉન અને કોવિડ-19 મહામારી પછી કારીગરો દ્વારા બનાવવામાં આવતા ફર્નિચરની આવક કરોડો સુધી પહોંચી ગઈ છે.
ફર્નિચરની બનાવટમાં 1 કરોડ થી વધુનું માસિક ટર્નઓવર
BPA ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે જણાવ્યું હતું કે અમને અમદાવાદીઓમાં વિશ્વાસ હતો. અમે અમારા સોશિયલ મીડિયા જૂથો દ્વારા એક શબ્દ મોકલ્યો. પત્રિકાઓ અને પોસ્ટરો લગાવ્યા. નાગરિકોને અમારી મુલાકાત લેવા અને ફર્નિચર જોવા વિનંતી કરી. સામાન્ય સંજોગોમાં ફર્નિચર રૂ. 1 કરોડ સુધીનું માસિક ટર્નઓવર હતું. પરંતુ અત્યારે હાલ 1 કરોડ કરતા પણ વધારેનું માસિક ટર્નઓવર ધરાવે છે.
મુખ્યત્વે ફર્નિચરમાં ડાઇનિંગ ટેબલ, સોફા, સ્ટડી ટેબલ, ખુરશીઓ, ડબલ બેડ, પલંગ, કબાટ, સેન્ટર ટેબલ વગેરે વસ્તુઓ મળી રહે છે. નવાઈની વાત એ છે કે આ તમામ વસ્તુઓ બનાવવા માટે વલસાડથી સાગનું ઈમારતી લાકડું મગાવવામાં આવે છે. તથા કસ્ટમરની જરૂરિયાત મુજબ ઓછા દરે વસ્તુને કસ્ટમાઈઝ કરી આપવામાં આવે છે.
પેઢીઓ સુધી વાપરી શકાય તેવું લાકડું વપરાય છે
આ ફર્નિચરના ખરીદદારોમાં શહેરની ફાર્માસ્યુટિકલ કંપની, હોસ્પિટલો, પ્રાઈવેટ કંપનીઓ, ઓફિસ, સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સાથે ઘર વપરાશની વસ્તુઓ માટે પણ લોકો ફર્નિચર બનાવડાવે છે. ખાસ વાત છે કે કારીગરો દ્વારા બનાવેલા સાગના ઈમારતી લાકડાનું ફર્નિચર મજબૂત, ટકાઉ, લાંબો સમય સુધી સડતું નથી. અને ઊધઈ કે જીવાત પણ લાગતી નથી. તથા પેઢીઓ સુધી વાપરી શકાય છે.
BPA અધિકારીઓએ કહ્યું કે સરકારી સંસ્થાઓ ફર્નિચરના સૌથી મોટા ખરીદદાર છે. પરંતુ તે સંપૂર્ણપણે બંધ થઈ ગયું હોવાથી તેમણે નાગરિકોને મદદ માટે અપીલ કરવી પડે છે. આ ઉપરાંત અહીં ઘણા પ્રકારની તાલીમ આપવામાં આવે છે. જેમાં સ્કિલ એન્ડ પ્રોફેશનલ ટ્રેઈનિંગ, સંગીત શાળા, વિકલાંગ વ્યક્તિઓ માટે ITI, ટેક્નોલોજી તાલીમ વગેરે જેવી તાલીમો આપવામાં આવે છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર