Home-car loan becomes expensive - SBI એ વ્યાજદરમાં વધારો કરતા હોમ-કાર લોન મોંઘી થઈ – News18 Gujarati


નવી દિલ્હીઃ RBIના રેપોરેટમાં વધારો થયા બાદ હવે બેંકોએ પણ અંદાજિત વ્યાજદર વધારવાની શરૂઆત કરી દીધી છે. દેશની સૌથી મોટી બેંક SBIએ પણ તેના એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિંગ રેટ અને રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આનાથી બેંકમાં લોન લેનારા વર્તમાન ગ્રાહકો અને નવા ગ્રાહકોને મોટો ફટકો પડશે.

નવા દરો 1 ઓક્ટોબર 2022થી અમલમાં

દરોમાં ફેરફાર પછી બેંકનો ઈબીએલઆર હવે 8.55 ટકા અને આરએલએલ 8.15 ટકા થઈ ગયો છે. બંને નવા દરો 1 ઓક્ટોબર 2022થી લાગૂ થઈ ગયા છે. જો તમારી પાસે એસબીઆઈની હોમ લોન હોય તો, તમારા માટે વ્યાજ 0.50 ટકા મોંઘુ થઈ જશે.

આ પણ વાંચોઃ શેર બજારમાં રોકાણ માટે આ મહિનો ઘણો જ નસીબદાર, મળી શકે છે ગેરેન્ટેડ વળતર

તમારા જીવનમાં કેવી અસર થશે?

આવો તેને એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે તમારી પાસે બેંકના 35 લાખ રૂપિયાની હોમ લોન છે. તેનો કાર્યકાળ 20 વર્ષનો છે. જૂના દરના હિસાબથી તેમને તેના પર 8.05 ટકા વ્યાજ આપવું પડશે. એટલે તમારી આએમઆઈ 29,384 રૂપિયા હતી. હેવ નવા દર લાગૂ થયા બાદ તમારે 8.55 ટકા વ્યાજ આપવુ પડશે. તમારી ઈએમઆઈ વધીને 30,485 રૂપિયા થઈ જશે. તમારા પર દર મહિને હવે 1,101 રૂપિયાના વઘારાના EMIનો બોઝ પડશે. નોંધનીય છે કે, વ્યાદ દર ગ્રાહકની લોન હિસ્ટ્રી, CIBIL સ્કોર, તેમની પ્રોફાઈલ અને જોખમ આકારણી પર નિર્ભર કરે છે અને તેમા ફેરફાર પણ થઈ શકે છે.

હાલના ગ્રાહકો માટે આનો અર્થ શુ છે?

બેંક દ્વારા વધારવામાં આવેલા વ્યાજ દર નવા તેમજ હાલના ગ્રાહકો બંને પર લાગૂ થશે. જો કે, હાલના ગ્રાહકોને જરૂરી નથી કે નવા વ્યાજ દર આ કે આગામી મહિને આપવામાં આવે. તમારા પર નવા દરો રિસેટ તારીખથી લાગૂ થશે. રિસેટ તારીખ તે હોય છે, જ્યારે બેંક તમને આપવામાં આવેલી લોનના વ્યાજ દર પર ફરીથી સમીક્ષા કરે છે. તે સામાન્ય રીતે એક વર્ષના અંતરાલ પર થાય છે.

આ પણ વાંચોઃ CREDએ લોન્ચ કરી નવી સર્વિસ, UPIથી કરો પેમેન્ટ અને મેળવો ડબલ કેશબેક

શું મુદ્દત વધારવાથી વ્યાજ દર ઘટશે?

કેટલાક દેવાદારો વ્યાજની રકમને પહેલાની જેમ જ બનાવી રાખવા માટે મુદ્દતને વધારવાનો નિર્ણય કરે છે. તેનાતી તમારી EMI પહેલાની જેમ જ ચાલતી રહે છે અને તમારા પર વધારે આર્થિક બોઝ નથી પડતો, પરંતુ લાંબા સમયમાં તમારુ કુલ વ્યાજ ઘણું વધી જાય છે. એટલા માટે મુદ્દત વધારવાની પહેલા આ વાતનું જરૂર ધ્યાન રાખો.

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Interest Rate, SBI Loans



Source link

Leave a Comment