How To Invest in Apple Of Facebook From India


મુંબઈઃ “છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતીયોમાં વિદેશી શેરોમાં રોકાણ કરવાનું ચલણ વધ્યું છે. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે બજાર નિયમનકાર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સ (MFs) દ્વારા વિદેશી શેરોમાં રોકાણ સ્થગિત કરવું પડ્યું હતું કારણ કે માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા નક્કી કરવામાં આવેલ મહત્તમ રોકાણ મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. જો કે વિદેશી શેરોમાં રોકાણ કરવાનો એકમાત્ર રસ્તો મ્યુચ્યુઅલ ફંડ નથી. તેમાં રોકાણ સ્ટોક એક્સચેન્જ અને ફિનટેક એપ્સ દ્વારા સીધું પણ કરી શકાય છે. નાણાકીય વર્ષ 2022માં ભારતીયોએ વિદેશી દેશોમાં 74.7 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે. વિદેશી બજારોમાં હાલના વર્ષોના ઘટાડાએ ભારતીય રોકાણકોરને એક સસ્તા વેલ્યુએશન પર રોકાણ માટેનો મોકો આપ્યો છે. આવો જાણીએ તમે વિદેશોમાં લિસ્ટ થયેલી કંપનીઓના શેરમાં કઈ રીતે રોકાણ કરી શકો.

આ પણ વાંચોઃ ઘરે બેઠા શરૂ કરો મસાલાનો બિઝનેસ, ખૂબ જ નાના રોકાણમાં તગડી કમાણીના ચાન્સ; મળે છે સરકારી મદદ

મ્યુચ્યુઅલ ફંડ

વિદેશોમાં લિસ્ટેડ શેરોમાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણનું સારું પ્રદર્શન રહ્યું છે. આંતરરાષ્ટ્રીય શેરો પર ધ્યાન કેન્દ્રિત કરતી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ 31 ઓગસ્ટ, 2022ના રોજ રૂ. 38,014 કરોડની સંપત્તિનું મેનેજમેન્ટ કરતી હતી. આ યોજનાઓ વૈશ્વિક શેરો, અથવા કોઈ વિશેષ પ્રદેશ કે કોઈ ચોક્કસ થીમના વિદેશી શેરોમાં રોકાણ કરે છે. છે. મ્યુચ્યુઅલ ફંડ્સ વિદેશમાં રોકાણ કરવા માટેના પસંદગીના એક માર્ગ તરીકે ઉભરી આવ્યા છે કારણ કે પોર્ટફોલિયોનું સંચાલન પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત, મ્યુચ્યુઅલ ફંડ્સ તમને નાની રકમમાં રોકાણ અને માસિક એસઆઈપીની સુવિધા આપે છે.

આ યોજનાઓ દ્વારા કરવામાં આવેલ રોકાણ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ આવરી લેવામાં આવતું નથી અને કરવેરાના હેતુ માટે તેને નોન-ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પૈકી કોઈપણ અન્ય રોકાણ તરીકે ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ Credit cardનો સ્માર્ટ ઉપયોગ કરવાની 9 ટિપ્સ, આટલું સમજી લેશો તો વધુ ફાયદામાં રહેશો

તમે સીધા જ સ્ટોક ખરીદી શકો છો

જો તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવા માંગતા ન હોવ, તો તમે સીધા જ આવા શેર ખરીદી શકો છો. વિન્વેસ્ટા (Winvesta), સ્ટોકકલ (Stockcal), વેસ્ટેડ ફાઇનાન્સ (Vested Finance) જેવી કેટલીક ફિનટેક કંપનીઓએ વિદેશમાં લિસ્ટેડ સ્ટોક ખરીદવાનું સરળ બનાવ્યું છે. કેટલાક ભારતીય બ્રોકરેજો હાઉસો આ ફિનટેક કંપનીઓ સાથે જોડાણ કર્યું છે અને તેમના ગ્રાહકોને વિદેશમાં રોકાણ કરવાની મંજૂરી આપી છે. યુ.એસ.માં, તમને સ્ટોકનો આંશિક ભાગ ખરીદવાની પણ છૂટ છે જે ભારતીય રોકાણકારો માટે મોંઘા શેરોને પણ સુલભ બનાવે છે. લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ કોઈ વ્યક્તિ દર નાણાકીય વર્ષમાં 2,50,000 ડોલર સુધીનું રોકાણ કરી શકે છે.

આ પણ વાંચોઃ Demat Account: આગામી 30મી સુધીમાં ડિમેટ એકાઉન્ટનું આ કામ કરી લેજો, નહીં તો ટ્રેડિંગ નહીં થાય

GIFT સિટી: વૈશ્વિક રોકાણ માટેનું એક પ્રવેશદ્વાર

નેશનલ સ્ટોક એક્સચેન્જના NSE IFSC અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા સમર્થિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (India INX) એવી બે સંસ્થાઓ છે જે વિદેશમાં રોકાણની મંજૂરી આપે છે. ઈન્ડિયા INX એ ઈન્ટરએક્ટિવ બ્રોકર્સ સાથે જોડાણ કર્યું છે અને વિદેશમાં 135 એક્સચેન્જમાં એક્સેસ પ્રદાન કરે છે. તે અન્ય કોઈપણ ફિનટેક એપ પર ટ્રેડ કરવા જેવું છે. NSE IFSC તમને યુ.એસ.માં સૂચિબદ્ધ 50 પસંદગીના શેરો સામે જારી કરાયેલ અનસિક્યોર્ડ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (UDRs) માં ટ્રેડ કરવાની મંજૂરી આપે છે. યુએસમાં બજારના સહભાગીઓ પૂર્વનિર્ધારિત ગુણોત્તરમાં ભારતમાં સ્ટોક ખરીદે છે અને UDR જારી કરે છે. તમે આ ખરીદી શકો છો અને ટ્રેડ ગિફ્ટ સિટીમાં સેટલ થાય છે.

આ પણ વાંચોઃ Expert Advice: તગડી કમાણી માટે શેર પસંદ કરવા આ 6 પોઈન્ટ સમજો

તમારે વિદેશી શેરોમાં કેટલું રોકાણ કરવું જોઈએ?

ગૂગલ (આલ્ફાબેટ), ફેસબુક (મેટા), માઈક્રોસોફ્ટ અને આઈબીએમ જેવી કંપનીઓના શેરહોલ્ડર બનવું એ એક રસપ્રદ વિચાર છે. આ તમને આ વૈશ્વિક કંપનીઓના નફામાં ભાગીદાર બનવામાં મદદ કરે છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે તમારા પોર્ટફોલિયોના 10 થી 30 ટકા ભાગને વિવિધતા માટે વૈશ્વિક શેરોમાં રોકાણ કરવું જોઈએ. તમારા પોર્ટફોલિયોનું કદ, નાણાકીય ધ્યેયો અને રોકાણનો સમય તેમજ તમારી જોખમ લેવાની ક્ષમતાના આધારે તમે જે માર્ગ અપનાવો છો અને તમે વિદેશમાં રોકાણ કરો છો તે રકમ અલગ અલગ હોઈ શકે છે. મોટાભાગના રિટેલ રોકાણકારો માટે પહેલા તો મ્યુચ્યુઅલ ફંડનો માર્ગ સારો વિકલ્પ હોઈ શકે છે. જો તમે વિદેશમાં ઇક્વિટીમાં નાણાંનું રોકાણ કરવા તૈયાર છો, તો તે બધું એક સાથે ન કરો, સંયમિત રીતે રોકાણ કરવું વધુ સારું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: BSE Sensex, Nifty 50, Share market, Stock market, US Market



Source link

Leave a Comment