આ પણ વાંચોઃ અમદાવાદમાં આ કંપનીનો પ્લાન્ટ શરું થતાં જ રુ.1 લાખનું લેપટોપ રુ.40 હજારમાં મળશે!
Table of Contents
શું જોખમ ખેડવાની ક્ષમતા હોય તો સ્મોલ કેપમાં રોકાણ કરવું જ જોઈએ?
હકીકતમાં, માર્કેટ કન્ઝ્યુમર પ્રાઈસ બેઝ્ડ મોંઘવારીને જોતા દબાણમાં આવી રહ્યું છે. મોંઘવારીના આંકડા છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ ટોચ પર છે. જે બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પોલિસી રેટ પણ વધાર્યો હતો. જો નિષ્ણાતોનું માનીએ તો ભારતનો મોંઘવારી દર નાણાકીય વર્ષ 2023માં 6 ટકાની આસપાસ રહી શકે છે. આ વર્ષે નાણાકીય ગ્રોથ ઘટ્યો છે જેની અસર માર્કેટમાં જોવા મળી રહી છે અને તેના કારણે આગામી થોડા દિવસે હજુ પણ માર્કેટ દબાણમાં રહી શકે છે.
આ પણ વાંચોઃઆજે બજારમાં ઘટાડો જોવા મળશે કે પોતાને સંભાળશે? ક્યા ફેક્ટર છે જે ચાલ નક્કી કરશે?
તો તેની અસર સ્મોલ કેપ પર શું થશે?
ઓછી માંગ અને ઊંચા મોંઘવારી દર સાથેની આ આર્થિક સ્થિતિમાં સ્મોલ કેપ્સ કંપનીઓને તેમની પ્રોડક્ટની કિંમતોમાં ઘટાડો કરવો પ્રમાણમાં મુશ્કેલીભર્યું લાગશે. જેના કારણે તેમનો બિઝનેસ આ સ્થિતિમાં ઓફ ટ્રેક થઈ શકે છે અને તેમના વેચાણ પર અસર પડી શકે છે. તો બીજી તરફ લાર્જ કેપ્સ શેર્સની કંપનીઓ જેમના ફંડામેન્ટલ્સ સારા છે અને જેમનું બિઝનેસ મોડેલ સ્ટ્રોન્ગ છે તેઓ આર્થિક ઘટાડાના આ સમયમાં ટકી રહેવા અને પરત પાછા ઉભા થવા માટે તેઓ સક્ષમ બને છે.
આ પણ વાંચોઃ ઘડપણમાં બેઠાં બઠાં રુ. 2 લાખની આવક કઈ રીતે થઈ શકે? અહીં સમજો
જો કે સ્મોલ કેપ ખરાબ રોકાણ ઓપ્શન નથી
પરંતુ એવું ન કહેવું જોઈએ કે સ્મોલ કેપ્સ શેરમાં રોકાણથી દૂર રહેવું, એટલે કે જો તમે શોર્ટ ટર્મના નફા નુકસાન પર ધ્યાન કેન્દ્રિત ન કરો અને લાંબાગાળા માટે સ્મોલ કેપ્સ પર હાથ અજમાવો તો કેટલાક સ્મોલ કેપ્સમાં વોલેટાલિટી ફેક્ટર્સ ઓછું થાય છે અને તેની સામે રિટર્નની પ્રોફાઈલ વધુ મજબૂત બને છે. પરંતુ અહીં મોટો પ્રશ્ન એ છે કે શું તમે આવા શેરમાં દરરોજ તમારી મહેનતની કમાણી ઘટતી જોઈને પણ રોકાણ યથાવત રાખી શકો છો? જો આ સવાલનો જવાબ ના હોય તો સ્મોલ કેપ તમારા માટે નથી, સ્મોલ કેપમાં ભલે ગેમે તેટલા ગ્રોથની શક્યતા હોય પરંતુ સૌથી વધુ જરુર છે તમારી જોખમ ઉઠાવવાની તૈયારી. આ સાથે તમારે તમારા રુપિયા જુદા જુદા સ્ટોકમાં રોકાણ કરવા પણ ખૂબ જ જરુરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદી કંપનીને તગડો રિસ્પોન્સ, વર્ષનો સૌથી વધુ સબ્સક્રાઈબ થનાર આઈપીઓ બન્યો
સ્મોલ કેપ્સ શેરને પસંદ કરવા માટે આ ફ્લોચાર્ટ અનુસરો
- શેરમાં કેટલો ઘટાડો તમે સહન કરી શકો અથવા તો કેટલું જોખમ ઉઠાવી શકો?
- સ્મોલ કેપ શેરમાં રોકાણ સાથે એવી લાર્જ કેપ કંપનીઓ પસંદ કરો જેમાં મજબૂત ફંડામેન્ટલ્સ હોય.
- મીડ કેપ શેરમાં રોકાણ માટે એવી મીડ કંપનીઓ પસંદ કરો જેમાં કેશફ્લો વધુ મજબૂત હોય.
- સ્મોલ કેપ શેરમાં રોકાણ માટે એવી સ્મોલ કેપ કંપનીઓ પસંદ કરો જેમાં ભવિષ્યમાં વેપાર વધવાની શક્યતા હોય.
- સ્મોલ કેપ્સ શેરમાં ‘બોરિંગ’ લાગતા શેર જ સારું વળતર આપે છે, હોટ ટિપ્સ મુજબ રોકાણ કરવાનું ટાળો
- તમારા બધા જ રુપિયાનું એક સાથે રોકાણ ન કરો, થોડા થોડા નિયમિત રીતે રોકો.
આ પણ વાંચોઃ હજારો રુપિયામાં 1 કિલો વેચાતી પ્રોડક્ટનો આજે જ શરું કરો બિઝનેસ, ભારતમાંથી મોટાપાયે થાય છે એક્સપોર્ટ
અંતે એક વાત યાદ રાખો કે તમારા ટોટલ પોર્ટફોલિયોનો એક ભાગ સ્મોલકેપ શેર્સ રાખવા એક સારી સ્ટ્રેટેજી છે. લાંબાગાળાના રોકાણકારોએ આ પ્રકારનું રિસ્ક ખાસ લેવું જોઈએ અને અહીં રિસ્ક એટલે તમે જે જોખમ ઉઠાવવા માટે સક્ષમ હોવ તે. છેલ્લે માર્કેટમાં હજુ પણ અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલા છે ત્યારે એ જરુરી છે કે તમે કેશ રીચ રહો અને દરેક ઘટાડે તમારા રોકાણને એવરેજ કરતા રહો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, Expert opinion, Investment tips, Share market, Stock market Tips