શહેરના નરોડામાં રહેતી 27 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્ન બાદ તે સાસરે રહેવા ગઈ ત્યારે છ માસ બાદથી જ સાસુ સસરા અને પતિ ત્રાસ આપવા લાગ્યા હતા. વડોદરા ખાતે રહેતો પતિ અવાર નવાર દારૂ પી ને યુવતી સાથે બબાલ કરી માર મારતો હતો. ત્રણેક વર્ષ પહેલાં યુવતીના પતિને મકાન લેવું હોવાથી તેને પિયરમાંથી પૈસા લાવવાનું કહેતા યુવતીના ભાઈએ પૈસા આપ્યા હતા. છતાંય યુવતીના સાસરિયાઓ દહેજ લાવવાનું દબાણ કરી તેને ત્રાસ આપતા હતા.
ગુજરાતમાં ઠેર ઠેર આંદોલનો અને વિરોધ, શું ચૂંટણી પહેલા સરકાર મારશે કોઇ માસ્ટર સ્ટ્રોક?
થોડા દિવસો પહેલા યુવતીના ભાઈને કેન્સર થયું હોવાથી તેને પીયરમાં ભાઈને મળવા જવું હતું. પણ દીકરા સાથે પતિએ પિયરમાં જવાની મનાઈ કરી ઝગડો કર્યો હતો. જેથી યુવતી પિયર જતી રહી હતી. આટલું જ નહીં બીજા દિવસે તબિયત ખરાબ હોવાનો પુત્રનો ફોન આવતા યુવતી સાસરે આવી હતી. ત્યારે પતિએ ઝગડો કરી તેને માર મારી કાઢી મૂકી હતી.
અમદાવાદમા ત્યજી દીધેલું વધુ એક નવજાત શિશુ મળી આવ્યું
આ મામલે સમાધાનના પ્રયાસ કરાયા પણ પતિ તેડી ન જતા છુટાછેડા માંગી ત્રાસ આપતા આ મામલે યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, માધવપુરામાં પણ પતિના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી ગળેફાંસો ખાવા જતી હતી ઓન દુપટ્ટો ફાટી જતા તેનો બચાવ થયો હતો. જે મામલે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Married women, અમદાવાદ, ગુજરાત