IAS Namrata Jain Education: આઈએએસ નમ્રતા જૈને તેનો પ્રારંભિક અભ્યાસ દાંતેવાડાના કારલીમાં આવેલી નિર્મલ નિકેતન સ્કૂલથી કર્યો છે.10માં ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ તેના માટે થોડી મુશ્કેલીઓ આવી હતી, કેમકે તેના પરિવારજનોએ તેને અભ્યાસ માટે દૂર મોકલવાની ના પાડી દીધી હતી. જો કો તેની માતાએ પરિવારજનોને સમજાવ્યા અને તેનું એડમિશન કેપીએસ ભિલાઈ સ્કૂલમાં કરાવ્યુ. 12માં ધોરણની પરીક્ષા આપ્યા બાદ તેણે ઈન્સ્ટીટ્યૂટ ઓપ ટેકનોલોજીથી બીટેક કર્યુ.