સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 25 બોલમાં 46 રન બનાવ્યા હતા. 2 ફોર અને 4 સિક્સર ફટકારી હતી, તેના 780 રેટિંગ પોઇન્ટ છે. જ્યારે નંબર-1 પર રહેલા પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનના 825 અંક છે. રિઝવાને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટી-20 મેચમાં 68 રન બનાવ્યા હતા. બીજી તરફ બાબર આઝમ માત્ર 31 રન બનાવી શક્યો હતો. બાબરના 771 અંક છે. એડન માર્કરમના 792 અંક છે. હવે સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં સારૂ પ્રદર્શન કરીને રિઝવાનની નજીક પહોચી શકે છે.
આ પણ વાંચો: બોલરોના ખરાબ દેખાવના કારણે બેટ્સમેનોની મહેનત પાણીમાં, 4 બોલરે આપ્યા 12ની એવરેજથી રન
અન્ય કોઇ ભારતીય ટોપ-10માં નથી
ટોપ-10 બેટ્સમેનોની વાત કરવામાં આવે તો અન્ય કોઇ ભારતીય બેટ્સમેન તેમાં જગ્યા બનાવી શક્યો નથી. ઇંગ્લેન્ડનો ડેવિડ મલાન 5માં, ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ છઠ્ઠા, ન્યૂઝીલેન્ડનો ડેવોન કૉનવે સાતમા, શ્રીલંકાનો પથુમ નિસંકા આઠમા, યૂએઇનો મોહમ્મદ વસીમ નવમા અને સાઉથ આફ્રિકાનો રીઝા હેંડ્રિક્સ 10માં નંબર પર છે. રોહિત શર્મા 14માં અને વિરાટ કોહલી 16માં નંબર પર છે. વિરાટ કોહલીને એક અંકનું નુકસાન થયુ છે. કેએલ રાહુલ 5 અંક ઉપર 18માં નંબર પર છે.
બોલિંગ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને 2 અંકનો ઝટકો લાગ્યો છે. તે સાતમાથી નવમા નંબર પર આવી ગયો છે, તેને પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 4 ઓવરમાં 52 રન આપી દીધા હતા અને કોઇ વિકેટ ઝડપી શક્યો નહતો. જોસ હેઝલવુડ પ્રથમ, તબરેજ શમ્સી બીજા અને આદિલ રાશિદ ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો લેગ સ્પિનર એડમ ઝમ્પા ચોથાથી પાંચમા નંબર પર જતો રહ્યો છે. અન્ય કોઇ ભારતીય બોલર ટોપ-20માં પણ નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Cricket News Gujarati