if you do not like equity risk then this should be your strategy


દરેક વ્યક્તિ ઇક્વિટીમાં કમ્ફર્ટેબલ નથી હોતું. ઇક્વિટી એસેટ ક્લાસ લાંબાગાળે ફુગાવાને ડામતું વળતર આપે છે, પરંતુ તે રોકાણમાં અસ્થિરતા લાવે છે. જેના કારણે ઘણા લોકો ઇક્વિટીથી દૂર રહે છે.

રોકાણકારોનો ઇક્વિટીથી દુર રહેવાનો આ નિર્ણય પહેલી નજરે સુરક્ષિત લાગે પણ વાસ્તવમાં ફુગાવાનો દર જોતા ઇક્વિટીથી દુર રહેવાનો અભિગમ તકલીફ ઊભી કરી શકે છે. તમારા બધા જ નાણાંને ડેબ અથવા નિશ્ચિત આવક આપતા સાધનોમાં રાખવાથી કરવેરા બાદ કરતાં મળતું વળતર ફુગાવાને હરાવી શકશે નહીં. પરિણામે તમારા નાણાંનું મૂલ્ય ઘટશે અને તમારી ખરીદશક્તિ સમય સાથે વધશે નહીં. જેથી તમારા લાંબા ગાળાના લક્ષ્યોને પહોંચી વળવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં યાદ રાખો કે, ઇક્વિટી એસેટ ક્લાસ તરીકે અસ્થિર છે, પરંતુ તે લાંબા સમય સુધી ફુગાવાને હરાવે છે.

આ પણ વાંચોઃ શું નવી કાર લેવાનો પ્લાન છે? તો આ 10 બેંકો આપી રહી છે સૌથી સસ્તા દરે લોન

ટૂંકા ગાળાના લક્ષ્યો માટે ઇક્વિટીની ખાસ જરૂર પડતી નથી. વિવિધ લક્ષ્યો માટે અલગ-અલગ એસેટ એલોકેશનની જરૂર પડે છે. ફુગાવાને હરાવવા લાંબાગાળાના લક્ષ્યો પર ધ્યાન આપવાની જરૂર પડે છે. ચાલો, તેના પર તેના પર નજર કરીએ.

ઇક્વિટીની જરૂર શા માટે છે?

જો તમારે લાંબાગાળે તમારા ટાર્ગેટને પ્રાપ્ત કરવા હોય, તો તમારે ઘણું વધારે રોકાણ કરવું પડશે. એક ઉદાહરણ લઈએ. ધારો કે આજે તમારા ટાર્ગેટની વેલ્યુ 20 લાખ રૂપિયા છે. તમે આ ટાર્ગેટને 15 વર્ષ પછી પ્રાપ્ત કરવા માંગો છો. પણ બીજી તરફ મોંઘવારી વાસ્તવિક છે. ચાલો ધારીએ કે મોંઘવારી 8 ટકા છે. એટલે આ જ ટાર્ગેટ માટે 15 વર્ષ પછી લગભગ 79 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

ઇક્વિટી માટે કેટલી બચત અથવા રોકાણ કરવાની જરૂર પડે છે? અને જો તમે ઇક્વિટીથી દૂર રહેવા માંગતા હોવ તો કેટલી બચત કરવી જોઈએ?

- ઇક્વિટીથી દૂર રહીને તમારે આગામી 15 વર્ષ સુધી દર મહિને 24,000-25,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ગણતરી ડેટ રોકાણમાં મળતા સરેરાશ 7 ટકા વળતર મુજબ છે.

- ઇક્વિટીને સાથે રાખીને તમારે આગામી 15 વર્ષ માટે દર મહિને રૂ.17,000-18,000નું રોકાણ કરવું પડશે. તમારા સમગ્ર ફંડનું રોકાણ ઇક્વિટીમાં કર્યું છે અને તે સંયુક્ત ધોરણે 11 ટકાના દરે વધે છે એમ માનીએ.

આ ઉદાહરણ પરથી જણાય કે, જો તમારી પાસે લાંબાગાળાના લક્ષ્યો માટે ઇક્વિટી ન હોય તો તમારે વધુ રોકાણ કરવું પડે.

આ પણ વાંચોઃ આગામી 6 મહિનામાં તમારી તિજોરી ભરી શકે આ 2 શેર, HDFC સિક્યુરિટીના નિષ્ણાતોને આશા

જોખમ ન લેવું હોય તો શું કરવું?

જો તમે અત્યાર સુધી રૂઢિચુસ્ત સેવિંગ કરનાર છો, એટલે કે 95-100 ટકા ડેટ અને સ્થાવર મિલકત જેવા વિકલ્પોમાં રોકાણ કરતા આવ્યા છો, તો તમારી જાતને રાતોરાત એગ્રેસીવ બનવા માટે દબાણ કરવાનો પ્રયાસ કરશો નહીં. તમારી નાણાંકીય સ્થિતિને જોતાં આવું કરવું જોઈએ નહીં. પરંતુ તમારી જોખમની ભૂખ તમારે કેટલી ઇક્વિટીથી શરૂઆત કરવી જોઈએ તે નક્કી કરશે.

મોટાભાગે સુરક્ષિત જગ્યાએ રોકાણ કરતા રૂઢિચુસ્ત રોકાણકારોના લાંબાગાળાના લક્ષ્યો માટે તેમની ઇક્વિટી એલોકેશન વધારો કરવા અહીં કેટલીક સ્ટ્રેટેજીઓ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું તમારે કરવું છે રૂ.1 લાખનું રોકાણ? SBI મ્યુચ્યુઅલ ફંડના ડે. મનેજિંગ ડિરેક્ટરે આપી ગોલ્ડન ટિપ્સ

સ્ટ્રેટેજી 1:

જો તમે ખૂબ જ લાંબાગાળાનું એટલે કે 15થી વધુ વર્ષનું લક્ષ્ય ધરાવતા હોવ, તો 10 ટકા ઇક્વિટી દ્વારા પ્રથમ વર્ષની શરૂઆત કરો. બાદમાં બીજા વર્ષે ઇક્વિટી વધારીને 20 ટકા, પછી 30 ટકા અને અંતે થોડાં વર્ષોમાં 50-60 ટકા સુધી વધારી દો.

રોકાણમાં ઇક્વિટીનો હિસ્સો વધારવા પાછળ સરળતા અને તેની સાથે અનુકૂળ બનવાનું કારણ જવાબદાર છે. પરિણામે શરૂઆતના કેટલાક વર્ષોમાં તમે સમજી શકશો કે ઇક્વિટી વળતરમાં કેવી રીતે વધઘટ થાય છે અને સારા વર્ષોમાં કે ખરાબ વર્ષોમાં શું થઈ શકે છે. તમારો વધતો જતો અનુભવ આખરે લાંબાગાળાના લક્ષ્યો માટે તમારી પાસે વધારે સંતુલન મેળવવાનો માર્ગ મોકળો કરશે.

અહીં ઉલ્લેખનીય છે કે, તમારે એક લક્ષ્ય માટે માસિક રૂપિયા 25,000નું રોકાણ કરવું જરૂરી છે. પ્રથમ વર્ષમાં ઇક્વિટી ફંડમાં ઓછામાં ઓછા 2,500 રૂપિયાથી શરૂઆત કરો. પછીના વર્ષે તેને 5,000 રૂપિયા કરી દો. રિકરિંગ રોકાણોમાં આવું જ કરવામાં આવતું હોય છે.

આ પણ વાંચોઃ Expert Advice: ઝોમેટોના શેરમાં નાના રોકાણકારોએ શું કરવું જોઈએ?

સ્ટ્રેટેજી 2:

આ અભિગમ અતિ-રૂઢિચુસ્ત રોકાણકારો માટે સારી રીતે કાર્ય કરી શકે છે. બેંક એફડીમાં 50 લાખ રૂપિયાવાળી વ્યક્તિને ધારો. તે હવે ઇક્વિટીને ‘ટ્રાય આઉટ’ કરવા માંગે છે, પરંતુ તે કોઈ મૂડી ગુમાવવા માંગતો નથી. માસિક SIP તરીકે રૂ. 50 લાખ એફડીના માસિક વ્યાજનો ઉપયોગ ઇક્વિટી ફંડ્સમાં કરો. જેના કારણે એફડીનું મૂળ રકમમાં ઘસારો નહીં થાય. ઇક્વિટી કોર્પસ નાનું શરૂ થાય છે, પરંતુ દરેક પસાર થતા મહિના સાથે વધશે.

લાંબા ગાળામાં ઇક્વિટી ફાળવણીમાં કેવી રીતે વધારો થયો હશે તે જોવા માટે 6 ટકા એફડી (ફિક્સ્ડ)નો નમૂનો લેવાયો છે. આ એફડીએ 10 વર્ષના ગાળા (2012-2022) માટે માસિક વ્યાજ ચૂકવ્યું હતું અને તેને નિફ્ટી50માં માસિક એસઆઈપી તરીકે રોકાણ કરવામાં આવ્યું હતું.

જેનું પરિણામ એ આવ્યું કે, 50 લાખ રૂપિયા એફડીમાં જેમ છે તેમ રહ્યા. જ્યારે 10થી વધુ વર્ષના ગાળામાં ઇક્વિટી કોર્પસ વધીને રૂ.55-60 લાખ થઈ ગયું. આ રોકાણ એસઆઈપીમાંથી મળેલું તમારું માસિક એફડી વ્યાજ હતું.

આ પણ વાંચોઃ માત્ર 15,000ના રોકાણ સાથે શરૂ કરો બિઝનેસ દર મહિને થશે રૂ. 80,000ની કમાણી

રૂઢિચુસ્ત રોકાણકારો માટે કયા ઇક્વિટી ફંડ્સ યોગ્ય છે?

ઇક્વિટીમાં 35 ટકા સુધીનું રોકાણ કરવા માંગતા રૂઢિચુસ્ત રોકાણકારો માટે ફંડ કેટેગરીની પસંદગીનો આધાર તેઓ કેટલી ઇક્વિટી રાખવા માંગે છે તેના પર રહેશે.

અહીં કેટલાક વિકલ્પો આપ્યા છે:

- 1-15 ટકા ઇક્વિટી માટે – નિફ્ટી50 અથવા સેન્સેક્સ પર આધારિત ઇન્ડેક્સ ફંડ્સ

- 15-35 ટકા ઇક્વિટી માટે – ઇન્ડેક્સ ફંડ્સ, બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ્સ, એગ્રેસિવ હાઇબ્રિડ ફંડ્સ, ફ્લેક્સિકેપ ફંડ્સ

અહીં યાદ રાખો કે, આમ તો રૂઢિચુસ્ત રોકાણકાર બનવું એ સારું છે, પરંતુ તમારી પાસે પર્યાપ્ત મોટી બચત ક્ષમતા હોય તો જ રૂઢિચુસ્ત રોકાણકાર બનવું જોઈએ. તમે ધીમે ધીમે તમારા પોર્ટફોલિયોમાં થોડી ઇક્વિટી દાખલ કરવાનું પણ વિચારી શકો છો. આવું નહીં કરો તો વળતર નીચું મળશે અને તે ફુગાવાને નાથી શકશે નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Mitesh Purohit

First published:

Tags: Business news, Expert opinion, Investment tips, Share market



Source link

Leave a Comment