25 ઓગસ્ટના રોજ જાહેર થયેલા એક સર્ક્યુલરમાં મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશને જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસની બ્રાન્ચમાં સેવિંગ એકાઉન્ટમાંથી 10000 કે તેથી વધુની રકમ ઉપાડવા માટે વેરિફિકેશનની જરૂર રહેશે.
આ બ્રાન્ચમાં વેરિફિકેશનની જરૂર નહીં પડે
તેમાં જણાવાયું છે કે સિંગલ હેન્ડેડ પોસ્ટઓફિસમાં 10000 કે તેથી વધુની રકમ ઉપાડવા માટે વેરિફિકેશનની જરૂરિયાતને નાબૂદ કરી દેવામાં આવી છે અને 17 જુલાઈ 2018ના એક આદેશ પ્રમાણે માત્ર સબંધિત પોસ્ટ ઓફિસોમાં જ નાણાં ઉપાડવા માટે વેરિફિકેશનની જરૂર હોય છે. જોકે હાલમાં POSB CBS Manualમાં નિયમ 64 અંતર્ગત એક નોંધ ઉમેરવામાં આવી છે.
સર્કલ હેડ વિશેષ તપાસ કરી શકે
આ નોટિફિકેશન મુજબ “એ ધ્યાન રાખવું સર્કલ હેડની જવાબદારી હશે કે સુરક્ષા સુનિશ્ચિત કરવા અને છેતરપિંડીના કિસ્સાઓ રોકવા માટે સાવધાનીપૂર્વક પ્રયાસો હાથ ધરવામાં આવે. સર્કલ હેડ સ્થાનિક પરિસ્થિતિઓ પ્રમાણે કોઈ પણ વિશેષ તપાસ કરવા માટે સ્વતંત્ર છે” આ વેરિફિકેશનનો હેતુ બેન્કિંગ ફ્રોડની સંભાવનાઓને શક્ય તેટલી ઘટાડવાનો છે.
આ પણ વાંચો- લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગથી સાવધાન
આ સિવાય પોસ્ટ વિભાગે તેના ગ્રાહકો માટે વિડ્રોઅલ લિમિટ પણ વધારી છે. નવા નિયમ પ્રમાણે ખાતાધારકો ગ્રામીણ પોસ્ટ સેવાની બ્રાન્ચમાંથી એક દિવસમાં 20000 સુધી રોકડ ઉપાડી શકે છે. અગાઉ આ લિમિટ 5000 રૂપિયાની હતી.
મહત્તમ કેટલું ટ્રાન્ઝેક્શન થઇ શકે?
કોઈપણ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) એક દિવસમાં એક ખાતામાં 50000થી વધુનું લેણદેણ સ્વીકારી શકાશે નહીં. એટલે કે એક દિવસમાં એક ખાતામાં 50000થી વધુનું લેણદેણ શક્ય બનશે નહીં.
આ પણ વાંચો- લગ્નના વર્ષો વિત્યા પછી પત્નીની અસલિયત આવી સામે, પત્ની પૂજા નહિ હસીના બાનો હોવાનો ખુલાસો
નવા નિયમો અનુસાર, હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(PPF), સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ (SSCS), માસિક આવક યોજના(MIP), કિસાન વિકાસ પત્રક(KVP), નેશનલ સેવિંગ સર્ટિફિકેટ(NSC) યોજનાઓમાં ચેક દ્વારા કે વિડ્રોઅલ ફોર્મ દ્વારા કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે પોસ્ટઓફિસ સેવિંગ સ્કીમ પર 4% વાર્ષિક વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ રાખવા માટે મિનિમમ 500 રૂપિયા જમા હોવા જરૂરી છે. જો તમારા ખાતામાં 500 રૂપિયાથી ઓછું બેલેન્સ હશે, તો એકાઉન્ટ હેન્ડલિંગ ચાર્જ 100 રૂપિયા કાપવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Indian Post office, Investment in Post Office, Post office, પોસ્ટ ઓફિસ