નવરાત્રી ને હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહી ગયા છે ત્યારે આખું માર્કેટ ગ્રાહકોથી ભરચક થઈ ગયું હોંય તેમ જણાઈ આવે છે. ખાસ કરીને ચણિયાચોળી ના વેપારીઓમાં સારી ઘરાકી થઈ રહી હોવાથી ખૂબ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ વર્ષે બઝાર માં ચણિયાચોલી ની ઘણી નવી નવી વેરાઇટીઓ જેમાં ગઝી સિલ્ક ચોલી, કોટન બેઝ ચોલી, લગડી પટ્ટા ના દુપટ્ટા પર ગઝી સિલ્ક ની ચોલી, વેસ્ટર્ન ચણિયાચોલી, ફેન્સી ચણિયાચોલી, કેડિયા સ્ટાઇલમાં ચોલી, વગેરે જેવી નયનરમ્ય ડિઝાઇનર ચણિયાચોલી જોવા મળી રહી છે. ગોધરા શહેર માં વેચાતી ચણિયાચોલી ઓ મુખ્યત્વે મુંબઈ, સુરત, રાજકોટ થી મંગાવામાં આવતી હોંય છે.
ગરબા રસિકો માટે ખૂબ સારા સમાચાર છે કે, આ વર્ષે ચણિયાચોલી ના ભાવ માં કોઈ ખાસ વધારો થયેલ નથી. નાના બાળકો ની ચણિયાચોલી માત્ર 400/- થી શરૂ અને મહિલાઓ માટે ચણિયાચોલી માત્ર 1000/- થી શરૂ થઈ જુદા જુદા પ્રકાર ની ડિઝાઇન, ક્વોલિટી પ્રમાણે જુદી જુદી કિંમતમાં સરળતા થી મળી રહી છે.
ગોધરા શહેર ના પાંજરાપોળ વિસ્તાર મા આવેલ દીયા ક્રિએશન ના વેપારી સાથે વાત કરતા જણાવેલ કે નવરાત્રી ને હજી 5 દિવસો બાકી છે તેમ છતાં તેઓ એ અત્યારસુધી માં 1200 થી વધુ ચણિયાચોલી વેચી છે. ઉપરાંત હજી ગ્રાહકો ની માંગ ને આધારે ચણિયાચોલી નો નવો સ્ટોક પણ મંગાવી ચૂક્યા છે. ગોધરા ના ચણિયાચોલી વેપારીઓ ના મતે જિલ્લા ભર માંથી લોકો ખરીદી કરવા ગોધરા આવી રહ્યા છે. આમ ગોધરા શહેર પણ રાજકોટ અને સુરત ની જેમ ચણિયાચોલી નું કેન્દ્ર બનતું જોવા મળી રહ્યું છે.
તમારા શહેરમાંથી (પંચમહાલ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર