In Timbi village of Amreli a family of low height bridegrooms was boycotted


21મી સદીમાં પણ સમાજ હજુ માનિસક ગુલામીથી બહાર નથી આવ્યો. અમરેલીના ટીંબી ગામમાં સમાજના તઘલખી નિર્ણયથી એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. ફક્ત બે ફૂટની ઊંચાઈ ધરાવતો રફીક વરરાજા બની લગ્નમાં ઘોડાની સવારી કરતા સમાજે આખા પરિવારને જ્ઞાતિ બહાર કાઢી મુક્યો હતો.

સમાજ સામે સમાજના જ એક પરિવારે આ ગંભીર આક્ષેપ કર્યો છે. જાફરાબાદમાં પાનની દુકાન ધરાવતા આ પરિવારમાં ફક્ત બે ફૂટની ઊંચાઈ ધરાવતા ચાર લોકો છે. પરિવારના મોભી રજાકભાઈનુ કહેવુ છે કે, જ્ઞાતિ બહાર કાઢી મુકાતા પરિવાર સાથે ગામ લોકો કોઈ વ્યવહાર રાખતા નથી. તેમજ સારા કે ખરાબ પ્રસંગમા પરિવારને ત્યાં ન જવા લોકોને ફરમાન પણ કરાયુ છે. પોતાના જ સમાજે કાઢી મુકતા પરિવારે તેમની જ્ઞાતિમાં 7 વાર પત્રો લખી વિનંતી કરી, છતા સમાજે તેમની વાત ન માની.

એટલુ જ નહીં 23મી મે 2022ના દિવસે સમાજે તેમને પચ્ચીસ પૈસાનો દંડ ફટકાર્યો હતો. જે પચ્ચીસ પૈસા ચલણમાં પણ નથી તેનો દંડ કરી હડધૂત કરાયા હોવાનુ જણાવ્યુ છે. આ અંગે સમાજના પ્રમુખ સતારભાઈ કાતરને પુછતા, તેમણે પરિવાર જમાતના કાયદાનુ પાલન ન કરતો હોવાથી નિર્ણય લેવાનુ જણાવ્યુ હતું. રજાકભાઈએ પણ તેમના વકીલ મારફતે સમાજને કાયદાકીય નોટિસ મોકલી સમાજમાં પાછા લેવાની માગ કરી હતી.

તમારા શહેરમાંથી (રાજકોટ)

Published by:rakesh parmar

First published:

Tags: Amreli News, અમરેલી, ગુજરાત





Source link

Leave a Comment