ભારતીય ઇનિંગની શરૂઆતમાં ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પેટ કમિન્સ વિરૂદ્ધ બીજી ઓવરમાં એક ફ્લેટ સિક્સર ફટકારી હતી. આ સિક્સર સાથે રોહિત શર્માએ વર્તમાન સમયમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગુપ્ટિલે T20I ક્રિકેટમાં અત્યાર સુધી 172 સિક્સર ફટકારી છે. રોહિત શર્મા પણ હવે 172 સિક્સર ફટકારી ચુક્યો છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલ (124) ત્રીજા અને ઇંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન ઇયાન મોર્ગન (120) ચોથા અને ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ (117) પાંચમા નંબર પર છે.
આ વર્ષે અત્યાર સુધી 22 સિક્સર ફટકારી
ભારતના કેપ્ટન રોહિત શર્મા માટે આ વર્ષ યાદગાર રહ્યુ છે, તેને 18 મેચમાં 25.52ની એવરેજથી 434 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટથી બે અડધી સદી પણ નીકળી છે અને તેનો બેસ્ટ સ્કોર 72 રનનો રહ્યો છે. રોહિત શર્માએ આ વર્ષે અત્યાર સુધી 22 સિક્સર ફટકારી છે.
મેચની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ કેમરૂન ગ્રીન (61)ની આક્રમક અડધી સદી અને મેથ્યૂ વેડ (અણનમ 46 રન)ની મદદથી ભારતને પ્રથમ ટી-20 મેચમાં મંગળવારે ચાર વિકેટ ઝડપી હતી.ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા જેને ઓસ્ટ્રેલિયાએ ચાર બોલ બાકી રહેતા મેળવી લીધો હતો.
આ પણ વાંચો: Women’s Asia Cup 2022: ભારત-પાક વચ્ચે 7 ઓક્ટોબરે થશે મહામુકાબલો, જૂઓ ભારતીય મહિલા ટીમનો કાર્યક્રમ
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા હતા અને રોહિત શર્મા (11) અને વિરાટ કોહલી (02) જલ્દી આઉટ થવા છતા ભારતે વિસ્ફોટક બેટિંગ સાથે પાવર પ્લેમાં 46 રન બનાવ્યા હતા. રાહુલે સ્ટ્રાઇક રેટ સાથે જોડાયેલા સવાલોનો જવાબ આપતા 35 બોલમાં ચાર ફોર અને 3 સિક્સરની મદદથી 55 રન બનાવ્યા હતા અને સૂર્યકુમાર યાદવ સાથે ત્રીજી વિકેટ માટે 68 રનની ભાગીદારી કરી હતી. સૂર્યકુમાર યાગવે આઉટ થયા પહેલા 25 બોલમાં 2 ફોર અને 4 સિક્સર ફટકારતા 46 રન બનાવ્યા હતા.
રાહુલ (12મી ઓવર) અને સૂર્યકુમાર યાદવ (14મી ઓવર)ની વિકેટ પડ્યા બાદ અક્ષર પટેલ પણ 16મી ઓવરમાં છ રન બનાવીને આઉટ થઇ ગયો હતો. દિનેશ કાર્તિક (06) પણ મહત્વપૂર્ણ યોગદાન આપી શક્યો નહતો પરંતુ હાર્દિક પંડ્યાએ પોતાની બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય અડધી સદી ફટકારતા ભારતને 200 રનના આંકડાની પાર પહોચાડ્યો હતો. હાર્દિક પંડ્યાએ 30 બોલમાં સાત ફોર અને પાંચ સિક્સરની મદદથી આક્રમક 71 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાની વિસ્ફોટક બેટિંગની મદદથી ભારતે અંતિમ પાંચ ઓવરમાં 67 રન જોડતા 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Martin guptill, Sports news, Sports News in Gujarati, ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ, રોહિત શર્મા