IND vs AUS: શમીના જવાથી ટીમ ઈન્ડિયાને કેટલું નુકસાન, શું ઉમેશને પહેલા આપવી જોઈતી હતી તક?


ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે શરૂ થઈ રહેલી T20 શ્રેણી પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેને આગામી શ્રેણીમાંથી બહાર થવું પડ્યું છે. શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શમીના જવાથી ભારતીય બોલિંગ લાઈનને કેટલું નુકસાન થશે? શું ઉમેશ યાદવ ઑસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમની સામે આ અંતરને ખત્મ કરી શકશે? તે પણ ત્યારે જ્યારે ઉમેશ યાદવે છેલ્લા સાડા ત્રણ વર્ષથી એકપણ ટી-20 મેચ રમી નથી.

શમીને ઈન્ટરનેશન મેચોમાં કરવામાં આવ્યો નજર અંદાજ

તમને જણાવી દઈએ કે 2021 T20 વર્લ્ડ કપ પછી પહેલીવાર શમીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે એક પણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી. તેને T20 વર્લ્ડ કપ 2022 માટે સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે.

આ પહેલા એશિયા કપ દરમિયાન શમીની અવગણના કરીને અવેશ ખાનની પસંદગી પર ઘણા સવાલો ઉભા થયા હતા. કારણ કે અનુભવની સાથે સાથે શમીનું તાજેતરનું પ્રદર્શન પણ સારું રહ્યું છે.

તેણે IPL 2022માં 16 મેચમાં 20 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 8 હતો. આમ છતાં એશિયા કપમાં તેની પસંદગી થઈ ન હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે પસંદગી કરવામાં આવી હતી, ત્યારે તેને T20 વર્લ્ડ કપ માટે સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો હતો.

ટીમના આ નિર્ણયોથી એ ચોક્કસ છે કે પસંદગીકારો અને કોચ ટીમમાં શમીની ભૂમિકા વિશે બિલકુલ સ્પષ્ટ નથી.

ઉમેશ યાદવ - શું પહેલા આપવી જોઈતી હતી તક?

શમીની જગ્યાએ ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે લગભગ સાડા ત્રણ વર્ષ બાદ T20 ટીમમાં વાપસી કરી રહ્યો છે. તેણે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરી 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી.

ઉમેશ યાદવને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય થોડો વિચિત્ર છે. કારણ કે તેણે છેલ્લા સાત મહિનાથી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો નથી અને હવે તેને T20 વર્લ્ડ કપ પહેલા ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જોકે IPL અને તાજેતરમાં કાઉન્ટી ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. પરંતુ જો પસંદગીકારો તેના નામ પર વિચાર કરી રહ્યા હતા તો તેને એશિયા કપ કે તે પહેલા ટીમમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નહતો.

આ પહેલા ઉમેશ યાદવની કાઉન્ટી ટીમ મિડલસેક્સ ક્રિકેટે શુક્રવારે ટ્વીટ કર્યું હતું કે ઉમેશ ઈજાના કારણે બાકીની બે મેચો માટે ટીમ સાથે જોડાઈ શકશે નહીં. આવા સંજોગોમાં બીજો સવાલ એ ઊભો થાય છે કે જો ઉમેશ અનફિટ છે તો તેને ભારતીય ટીમમાં કેવી રીતે સામેલ કરવામાં આવ્યો? જોકે, બીસીસીઆઈના એક સૂત્રએ દાવો કર્યો છે કે તે સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે.

Published by:mujahid tunvar

First published:

Tags: COVID-19, IND vs AUS, Mohammad shami, Umesh yadav





Source link

Leave a Comment