નવી દિલ્હીઃ જ્યાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની (ind vs nz) વનડે શ્રેણીની તૈયારીમાં વ્યસ્ત છે. બીજી તરફ સિરીઝમાંથી બહાર રહેલો વિરાટ કોહલી બાંગ્લાદેશ પ્રવાસ પહેલા જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળે છે. કોહલી વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરોમાંથી એક છે. એવું ભાગ્યે જ બન્યું છે કે વિરાટ કોહલી તેની ફિટનેસના કારણે મેચ ચૂકી ગયો હોય. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના પર એક ફેને કંઈક એવું લખ્યું હતું કે તેનો જવાબ ખુદ વિરાટ કોહલીએ આપવો પડ્યો હતો.
વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જીમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. કોહલીની પોસ્ટ પર એક પ્રશંસકે લખ્યું કે વિરાટ કોહલીને મસલ્સ બનાવવા માટે માંસ ખાવાની જરૂર છે. આ ધારણા ખોટી સાબિત થઈ છે. ફેન્સના આ સવાલના જવાબમાં કોહલીએ લખ્યું, ‘હાહા આ દુનિયાની સૌથી મોટી મિથ છે.’
આ પણ વાંચો: ફુલ ફોર્મમાં છે સૂર્યકુમાર યાદવ, કહ્યું –“મેં ક્યારેય નથી કહ્યું કે આટલા રન તો કરીશ જ”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Captain virat kohli, Sports news