આ પણ વાંચોઃ US Fed Rate Hike: ફેડરલ રિઝર્વ બેંકે આપ્યો ઝટકો, સતત ત્રીજીવાર 0.75% વધાર્યો વ્યાજ દર
Table of Contents
વ્યાજ વધારા બાદ અમેરિકન શેરબજાર ક્રેશ
ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થતાં જ અમેરિકન શેરબજારમાં જાણે ભૂકંપ આવ્યો હોય તેમ અફરાતફરી મચી હતી અને ઊંધા માથે નીચે પટકાયું હતું. અમેરિકન શેરબજારમાં રોકાણકારો વેચવાલી પર આવી ગયા હતા, જેના કારણે યુએસના ત્રણેય સ્ટોક એક્સચેન્જમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, ડાઉ જોન્સ (Dow Jones) 1.7% ઘટીને બંધ થયો હતો, જ્યારે S&P 500 1.71% ની ખોટમાં હતો. તો Nasdaq Composite માં પણ 1.79% નો મોટો ઘટાડો જોવા મળ્યો.
યુરોપિયન માર્કેટમાં તેજી
જો કે, યુએસથી વિપરીત યુરોપિયન બજારોમાં છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન વધારો જોવા મળ્યો હતો અને તમામ મુખ્ય શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. યુરોપના મુખ્ય બજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.76 ટકાના વધારા સાથે બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજારમાં 0.87 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. લંડન સ્ટોક એક્સચેન્જ પણ પાછલા સત્રમાં 0.63 ટકા વધવામાં સફળ રહ્યું હતું.
આ પણ વાંચોઃ આ સ્મોલ કેપ્સ પર તૂટી પડ્યા છે મ્યુચ્યુઅલ ફંડ્સ, તમે પણ સસ્તા ભાવે રોકાણ કરીને કરી શકો છો તગડી કમાણી
એશિયન બજાર લાલ નિશાન પર
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા અને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જમાં 0.76 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જ્યારે જાપાનનો નિક્કેઈ 1.19 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. તાઇવાનનું શેરબજાર 1.51 ટકા નીચે ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું કોસ્પી 1.26 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યું છે.
વિદેશી રોકાણકારોએ શેર વેચ્યા
વિદેશી રોકાણકારોએ ફરી એકવાર ભારતીય મૂડી બજારમાંથી નાણાં ખેંચી લીધા હતા, જે બુધવારે ઘટાડાનું મુખ્ય કારણ બન્યું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 461.04 કરોડના શેર વેચ્યા હતા. જોકે, આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ પણ રૂ. 538.53 કરોડના શેર ખરીદ્યા હતા. તેવામાં આજે પણ વિદેશી રોકાણકારો મોટી સંખ્યામાં વેચવાલી કરી શકે છે.
આ પણ વાંચોઃ Domino’s Pizza નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવા શેરમાં રોકાણ કરીને તગડું કમાઈ શકો
જોકે આ શેર્સમાં રોકાણકારો આજે કમાણી કરી શકે
બજારના ઘટાડા વચ્ચે પણ નિષ્ણાતોએ આવા ઘણા શેરો સૂચવ્યા છે, જેમાં રોકાણકારો રોકાણ કરીને નફો કમાઈ શકે છે. આ શેરોને હાઈ ડિલિવરી પર્સન્ટેજવાળા શેર્સ કહેવામાં આવે છે અને આજના કારોબારમાં Bharti Airtel, ICICI Lombard General Insurance, TCS, Power Grid Corporation of India અને Wipro જેવા શેર્સને હાઈ ડિલિવરી પર્સન્ટેજની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BSE Sensex, Business news, Nifty 50, Share market, Stock market