જામનગર આવો એટલે સામા કાંઠે રંગમતી નદીનાં કાંઠે આવેલા નાગેશ્વર વિસ્તારની એક વખત જરૂર મુલાકાત લેવી, કારણ કે નાગેશ્વર ધામમાં નાના મોટા અનેક મંદિરો આવેલા છે. અહીં ખોડિયાર માતાજીથી લઈને ભગવાન ભળાનાથનું મંદિર પણ આવેલું છે. તો અહીં જ શનિ દેવનું સુંદરતા મંદિર આવેલું છે. આ મંદિરનાં પૂજારીએ જણાવ્યું કે અહીં મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને શનિદેવનાં દર્શન કરે છે. આ મંદિરમાં શનિદેવની વિશાળ મૂર્તિ છે જ્યાં લોકો પુજા પાઠ કરે છે. આ મંદિર તરફથી અનેક સેવાભાવી કામો પણ કરવામાં આવે છે જેમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન કરાવવામાં આવે છે.
શનિવાર અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો કરે છે દર્શન
શનિવાર અને મંગળવારે શનિદેવનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીંના પુજારીનું કહેવું છે કે જામનગરમાં નાગેશ્વરમાં આવેલા આ શનિ મંદિરની સ્થાપના 15 વર્ષ પહેલા 2008 માં કરવામાં આવી હતી, ત્યારથી લોકો અહીં દર્શનાર્થે આવે છે અને મનોકામના પુર્ણ થતી હોવાનું જણાવે છે. તો અહીં આંકળાની માળા અને તેલ પણ ચઢાવે છે. તો કાળા અળદ અને તલ પણ ચઢાવે છે. તમામ ગ્રહોમાં શનિદેવનું ખાસ મહત્વ રહેલુ છે. કષ્ટ નિવારવા માટે શનિની પુજાનું ખાસ મહત્વ રહેલું છે.
વ્યક્તિને દરેક સુખ અને વૈભવથી સંપન્ન બનાવે છે શનિદેવ !
ઉલ્લેખનીય છે કે જેમની કુંડળીમાં શનિ ગ્રહ ખોટા ઘરમાં હોય તેના કષ્ટોની કોઈ સીમા નથી હોતી. પરંતુ સારા મૂડમાં તેમની હાજરી પણ વ્યક્તિને દરેક સુખ અને વૈભવથી સંપન્ન બનાવે છે. નવ ગ્રહોમાં શનિદેવનો ગુસ્સો સૌથી ખતરનાક માનવામાં આવે છે. લોકોને ખબર નથી કે તેઓ તેમને શાંત રાખવા માટે શું ઉપાય કરે. કહેવાય છે કે જેની કુંડળીમાં આ ગ્રહ ખોટા ઘરમાં હોય તેના કષ્ટોની કોઈ સીમા નથી હોતી. પરંતુ સારા મૂડમાં તેમની હાજરી પણ વ્યક્તિને દરેક સુખ અને વૈભવથી સંપન્ન બનાવે છે.
સરનામું: શનિદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિરની બાજુમાં, નાગેશ્વર ધામ, જામનગર
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Hindu Temple, Jamnagar News, Shanidev