ગાંધીનગર : ભાજપના રાષ્ટીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેઓએ પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્વારા યોજાનાર “નમો કિસાન પંચાયત” કાર્યક્રમ અંગે લોન્ચ કર્યુ છે. ગુજરાતની આશરે 143 વિઘાનસભા બેઠક પર આશરે 14 હજાર 200 ગામડામાં નમો કિસાન પંચાયત થકી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ ખેડૂત લક્ષી યોજના અને કાર્યો અંગે ઇ-બાઇકથી માહિતી આપવામાં આવશે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવીને ઇ-બાઇકને ફ્લેગ ઓફ કરાવ્યું છે. તેમણે આ સંબોધનમાં જણાવ્યુ છે કે, કૃષિ વિભાગના બજેટમાં 6 ગણો વધારો કર્યો છે. ખેડૂતોને વધુમાં વધુ ભાવ મળે તેવા પ્રયાસ કરાયા છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, PM મોદીએ ખેડૂતો સુધી સીધી સહાય પહોંચાડી છે. PM મોદીએ ખેડૂતોને પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર