Junagadh : 50 રૂપિયામાં જમો ભરપેટ ભોજન, છેલ્લા 6 વર્ષથી શરૂ છે આ રેસ્ટોરન્ટ


Ashish Parmar Junagadh : કાઠીયાવાડમાં એક કહેવત છે કે ટુકડો ત્યાં હરિ ટુકડો. એટલે કે કાઠીયાવાડમાં ભરપેટ જમાડવાની હંમેશા એક પરંપરા રહી છે જૂનાગઢની એક રેસ્ટોરન્ટમાં ફક્ત 50 રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપવામાં આવી રહ્યું છે 50 રૂપિયામાં ક્વોલિટી સાથે લોકોને પરવડે તેવું જમવાનું મળતું હોવાથી બપોરના સમયે તો આ જગ્યાએ લોકોની જમવા માટે ભારે ભીડ ઉમટે છે છેલ્લા છ વર્ષથી આ હોટલની નજીકના દરે જમવાનું આપવાની પરંપરા આજે પણ યથાવત રાખવામાં આવી છે.

આ રહ્યું રેસ્ટોરન્ટ નું મેનુ

આ રેસ્ટોરન્ટમાં ત્રણ પ્રકારના શાક દાળ ભાત રોટલી છાશ સહિતની વસ્તુઓ અનલિમિટેડ પીરસવામાં આવે છે. જેથી અહીંથી કોઈ પણ ગ્રાહક અડધું જમીને કે ભૂખ્યા પેટે પરત જતું નથી અને તેના બજેટમાં સારી ક્વોલિટી વાળું ભોજન જમીને ખુશી વ્યક્ત કરે છે.

જાણો ગ્રાહક નું શું કહેવું છે

ઘણા વર્ષોના રેગ્યુલર ગ્રાહક ને ન્યુઝ 18 દ્વારા પૂછવામાં આવ્યું હતું કે અહીંની ખોરાકની ક્વોલિટી કેવી છે અને અહીં જ શા માટે વર્ષોથી જમવા આવો છો જેના જવાબમાં ગ્રાહકે જણાવ્યું હતું કે અહીંના સ્ટાફ એકદમ વિનમ્ર છે અને જમવાની જે ક્વોલિટી છે તે ખૂબ જ સરસ છે 50 રૂપિયામાં પરવડે તેવું જમવાનું અહીં મળતું હોવાથી હું છેલ્લા ઘણા વર્ષોથી અહીં જ જમવા આવું છું.

છેલ્લા છ વર્ષથી ચાલે છે રેસ્ટોરન્ટ

રેસ્ટોરન્ટના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રેસ્ટોરન્ટ છેલ્લા છ વર્ષથી અવિરતપણે ચાલુ છે. અહીં રેસ્ટોરન્ટના આજુબાજુના વિસ્તારમાં હોસ્પિટલ તથા મેડિકલ હોવાથી અહીં આવતા લોકો દર્દી તેમજ દર્દીના સગાઓ જ હોય છે જેથી અહીં આવતા દરેક લોકોને પરવડે તેમજ જમવાની શુદ્ધતા તેમજ ક્વોલિટી મળી રહે તે માટે અમે નજીવા દરે જમવાનું આપીએ છીએ. ₹50 માં જમવાનું આપવું તે પરવડતું નથી પરંતુ અહીં આવેલા દર્દી તેમજ દર્દીના સગાઓને ધ્યાને રાખીને આ ભાવ રાખવામાં આવ્યો છે. આજના સમયમાં જ્યારે મોટા મોટા રેસ્ટોરન્ટોમાં 250 થી 300 રૂપિયા એક થાળીનો ભાવ હોય છે જ્યારે આ રેસ્ટોરન્ટમાં ફક્ત ₹50 માં લોકો ભરપેટ જમી શકે છે તેની અમને ખુશી છે.

તમારા શહેરમાંથી (જુનાગઢ)

First published:

Tags: Local 18, ખોરાક, જૂનાગઢ



Source link

Leave a Comment