આ પંચ થકી સમાજના ચાલતા વાદવિવાદો, પરિવારમાં કુસંપની ઘટના, પતિ પત્ની વચ્ચેના વિવાદો, મિલકત અને ભાઈઓ વચ્ચે ચાલતા વિવાદો ,ખેતરના શેઢાના વિવાદો અને અન્ય પરચુરણ વિવાદો સમજાવટથી પાર પાડી શકાય તે માટે આ પંચની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા આજે પણ અવિરતપણે કાર્યરત છે. ફક્ત હાલની મોંઘવારી પ્રમાણે કેસ નોંધણી ફી લેવામાં આવે છે પરંતુ લાખો કે કરોડોના મૂલ્યના સંબંધો તથા મિલકતોના પ્રશ્નો પણ અહીં હલ કરવામાં આવ્યા છે. માર્ચ 2021 માં સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી મોહનભાઈ પટેલના અવસાન બાદ આ સંસ્થાનો કાર્યભાર કાંતિભાઈ ફળદુ તથા સવજીભાઈ મેનપરા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) સંભાળે છે.
અત્યાર સુધીમાં 1254 કેસ રજૂ થયા
આ સમાધાન પંચની સ્થાપના થયાથી આજ સુધીમાં 1254 કેસ આ કોમ્યુનિટી કોર્ટ સમક્ષ આવ્યા છે. જેમાંથી 985 કેસોમાં બંને પક્ષને મંજૂર હોય તે પ્રકારના સમાધાનો કરવામાં આવ્યા છે. જે સમાધાન થયા તેમાં અંદાજે 60% ઉપરના કેસ ગુજરાત રાજ્યની જુદી જુદી કોર્ટમાં ચાલતા હતા અને લાંબા સમયથી કોર્ટમાં સુખદ સમાધાન ન આવતા સમાધાન પંચ સમક્ષ આ કેસ મૂકવામાં આવ્યા હતા. જે અનુસંધાને આ સમગ્ર કેસ મૂક્યા બાદ સુખદ સમાધાન કરવામાં આવતા આ તમામ કોર્ટ કેસ કોર્ટમાંથી પરત લેવામાં આવ્યા છે.
કેસ માટે આટલી ફી આપવાની થાય છે
સમાધાન પંચ સમક્ષ લાખો કે કરોડો અથવા કોઈપણ બાબતનો કેસ હોય ફક્ત 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી પેટે સ્વીકારવામાં આવે છે જે ફી પણ હાલમાં છેલ્લા બે વર્ષથી જ વધારો કરવામાં આવ્યો છે વધારા પહેલા ફક્ત 250 રૂપિયા જ ફી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો: એક એવી સંસ્થા કે જેણે એક વર્ષમાં ગિરનાર જંગલમાંથી 12 ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું, જુઓ Video
શું છેપંચ ? અને પંચના કેટલા સભ્યો છે
આ એક કડવા પાટીદાર સમાજનું સમાધાન પંચ છે જેમાં સમાજના ચાલતા જુદ જુદા પ્રકારના વિવાદોનું સુખદ સમાધાન કરવામાં આવે છે અહીં કુલ લીગલેટ કમિટીની છ પેનલ છે જે અંતર્ગત એક પેનલમાં બે સભ્યો છે મહિનામાં અંદાજે 25 કેસની સુનાવણી કરવામાં આવે છે. પંચની મુખ્ય સિદ્ધિ એ છે કે સુખદ સમાધાન બાદ જ્યારે સઘળું વ્યવસ્થિત થઈ જાય છે ત્યારે લોકો સામેથી ફોન કરી અને દિલથી આભાર પણ વ્યક્ત કરે છે.
23 વર્ષના લગ્ન જીવનનું સુખદ સમાધાન કરાવ્યું હતું
જુનાગઢ નજીક આવેલા ઉપલેટા ગામમાં એક દંપતીનું 23 વર્ષનું સુખદ લગ્નજીવન હતું પરંતુ તેમના સામાન્ય વાતચીત દરમિયાન કોઈ પ્રશ્ન ઉદભવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે આ કિસ્સો ઉમિયા સમાધાન પંચ સમક્ષ આવતા આ દંપતીને ફરી લગ્ન સંસાર નિભાવવા પંચના સભ્યોએ સમજાવ્યા હતા જે બાદ આ દંપતી હાલમાં સુખદ લગ્ન જીવન જીવી રહ્યા છે અને તેમના બંને સંતાનો હાલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક્રેડેશનનું સન્માન મળ્યું
આ સંસ્થાને ગુજરાત રાજ્ય કાનૂની સત્તા મંડળ અને ગુજરાત હાઇકોર્ટ તરફથી એક્રેડેશન સર્ટિફિકેટ મળેલું છે જે દર વર્ષે રીન્યુ કરાવવામાં પણ આવે છે આ સર્ટિફિકેટ આપવાથી જ્ઞાતિ આધારિત સમાધાન પંચ કોર્ટ સમક્ષ આવતા કોર્ટ સામેથી આ કેસનો સમાધાન માટે ઉકેલ લાવવા માટે આ કેસને સમાધાન પંચમાં ટ્રાન્સફર કરે છે જેથી કોર્ટ કેસ ના ફેસલા કરતા સમાધાન પંચમાં સુખદ અને વહેલો ઉકેલ આવે છે.
ગામડે ગામડે સમાધાન સહાયક
આ પંચ દ્વારા દરેક જિલ્લાના ગામડે ગામડે એક સમાધાન સહાયકની નિયુક્તિ કરવામાં આવી છે જેની સંખ્યા પણ આશરે 350 છે આ સમાધાન સહાયક પોતાના ગામમાંથી આવો કોઈ પણ વિવાદ હોય તેને ઉમિયા સમાધાન પંચ સમક્ષ મૂકી અને વિવાદ ઉકેલવા માટે સમજાવટ નો પ્રયાસ કરવામાં આવે છે
16 વર્ષમાં 1254 કેસ એટલે કે એક વર્ષમાં સરેરાશ 78 કેસ જે અંતર્ગત 1254 કેસમાંથી 985 કેસોનું 16 વર્ષમાં સુખદ સમાધાન કરાવવામાં આવ્યું છે. એટલે કે 78 કેસ માંથી 61 કેસનો સમાધાન રેશિયો કહી શકાય
તમારા શહેરમાંથી (જુનાગઢ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Junagadh news, Patidar power, Trust