Kagaru mother care method best treatment for babies sca – News18 Gujarati


Salim chauhan, Anand: આણંદના ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા નવ જાત શિશુની કાંગારું માતા સંભાળ પદ્ધતિથી કાળજી લેવામાં આવે છે. જેમાં અધૂરા મહિને જન્મેલા અને નબળા બાળક માટે આ પદ્ધતિથી અનેક ફાયદા થાય છે.કાગારુ માતા સંભાળ એટલે નવજાત શિશુની સંભાળ. જેમાં જન્મથી નબળા બાળકને કુદરતી રીતે અને વૈજ્ઞાનિક પુરાવા આધારિત સંભાળ લેવામાં આવે છે.

આ પદ્ઘતિ ઓછી ખર્ચાળ છે અને ગૂણવતાસભર છે. તેમાં બાળકને સીધો સ્પર્શ મળે છે અને માતાની છાતી પર રાખવામાં આવે છે. શક્ય હોય ત્યાં સુધી માતાનું ધાવણ આપવામાં આવે છે અને માનસિક વિકાસ સહિત તેની દેખરેખ રાખવામાં આવે છે.

આ પદ્ધતિની શરૂઆત ક્યાંથી થઈ

સૌ પ્રથમ દક્ષિણ અમેરિકાના કોલબિયા દેશના બોગાટ શહેરમાં શરૂ કરવામાં આવી હતી. જેમાં ડો. એડરગર જે હોસ્પિટલમાં કામ કરતા હતા, ત્યાં એક વર્ષમાં 33 હાજર સુવાવડ કરવામાં આવતી હતી. જેમાં નબળા અને અધૂરા મહિને જન્મેલા બાળકોનું પ્રમાણ વધારે હતું. ત્યારે નવજાત શિશુની સંભાળ લેવા કાગારું માતા સંભાળ પધ્ધતીની શરૂઆત કરવામાં આવી હતી.

કાંગારું સંભાળમાં શિશુ અને માતા વચ્ચે જન્મ પછી સીધો શારીરિક ત્વચાને સ્પર્શ શરૂ કરવામાં આવે છે અને આ રીતે લાંબા સમય સુધી તેને ચાલુ રાખવામાં આવે છે. Who પણ નબળા કે સામાન્ય વજનમાં જન્મેલા બાળકોને ગરમાવો કે સ્તનપાન શરૂ કરવાના હેતુ થી શારીરિક ત્વચાને સ્પર્શ કરવાની ભલામણ કરે છે.

કાગરુ માતા સંભાળ ન મુખ્ય ત્રણ ઘટક છે.

કાંગારું માતા સંભાળમાં શિશુને રાખવાની રીત

કાંગારું માતા સંભાળમાં શિશુનું પોષણ

દવાખાનામાંથી વેહલી રાજા અને ત્યાર પછી ની સંભાળ

માતા અને બાળકને ફાયદો થાય

કાંગારુ માતા સંભાળમાં શિશુને માટેની ખુલ્લી છાતીનાં ભાગે આવરણનાં હોય તેમ રાખવામાં આવે છે.ત્યારબાદ શિશુને પોષણ માટે માતાનું દૂધ આપવામાં આવે છે.નવજાત શિશુને સાંભળવાની માતા આવડત કેળવી લે એટલે તેને રજા આપી ઘરે પણ સંભાળ કરી સકે તેમ આયોજન કરવામાં આવે છે.કાંગારુ માતા સંભાળના ફાયદા પણ છે.આ સંભાળથી બાળક ઠંડુ પડતું અટકે છે.

સ્તનપાન થી શિશુની વૃદ્ધિ વધે છે.કાંગારુ માતા સંભાળથી ઊંઘ સારી મેળવે એટલે માનસિક વિકાસ સારો થાય સહિતના અનેક ફાયદા છે. તેમજ આ સંભાળથી માતાને ફાયદા થાય છે અને તેના લીધે કુટુંબને પણ દવાખાનામાં રેહવાની જરૂર ઓછી થઈ જાય છે. આમ દવાખાનામાં વધારે દાખલ રહેવું પડતું નથી.આ સંભાળ જન્મથી નબળા બાળક અને અધૂરા મહિને જન્મેલા શિશુ આપી શકાય.

ત્રિભુવન સંસ્થા દ્વાર કાંગારુ માતા માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવે છે જેમાં પૂરતી દેખરેખ અને માર્ગદર્શન આપવામાં આવે છે.વધારે માહિતી લેવા માટે આણંદ ચિખોદરા રોડ પર આવેલા ત્રિભુવનદાસ ફાઉન્ડેશનની મુલાકાત લઈ માહિતી મેળવી શકશો.

તમારા શહેરમાંથી (આણંદ)

Published by:Santosh Kanojiya

First published:

Tags: Anand, Doctors, Local 18, New born baby, Treatment



Source link

Leave a Comment