કાર્તિક આર્યને બર્થડે સેલિબ્રેશનની તસવીર શેર કરતા લખ્યુ છે, “દરેક જીવનમાં હું તમારા કોકીની રીતે જન્મ લેવા માંગુ છુ. આ સ્વીટ બર્થડે સરપ્રાઈઝ માટે મમ્મી-પપ્પા, કટોરી એન્ડ કીકીનો આભાર.” ફોટોમાં કાર્તિકને કમ્ફર્ટેબલ ગ્રે રંગના ટી-શર્ટમાં અને જીન્સમાં જોઈ શકાય છે. કાર્તિકની આ બર્થડે પોસ્ટ પર તેના ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ફેન્સ કોમેન્ટ્સ કરીને શુભકામના પાઠવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સબા આઝાદ સાથે રહેવા રિતીક ખર્ચશે 100 કરોડ? જાણો એક્ટરે શું કરી સ્પષ્ટતા
આયુષ્માન ખુરાનાએ હાર્ટ અને કેકવાળા ઈમોજી સાથે ‘હેપ્પી બર્થડે કેએ’ લખ્યુ છે. રકુલ પ્રીત સિંહે લખ્યુ, “હેપ્પી બર્થડે સ્ટાર!! આવનવારા વર્ષ ખૂબ જ અમેઝિંગ હોય. કદાચ ખુશીઓ પણ ઓછી પડી જાય.” તેમજ, કૃતિ સેનને લખ્યુ, “હેપ્પીએસ્ટ બર્થડે બુંટૂ…મારા પાસે તમારા પાસે બેસ્ટ ગિફ્ટ છે…સ્ટે ટ્યૂન્ડ.” કૃતિની બહેન નુપુર સેનને પણ ‘જન્મદિવસ મુબારક હો!’ કહીને બર્થડે વિશ કર્યુ હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bollywood બોલિવૂડ, Entertainment news, Kartik aaryan, કાર્તિક, મનોરંજન