Kaushal Dixant Samaroh, PM modi says we opened new 5 thousand itis in 8 years - કૌશલ દીક્ષાંત સમારોહ, મોદીએ કહ્યુ


નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ દેશમાં જુદી જુદી રીતે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજે વિશ્વકર્મા જયંતી પણ છે અને આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇટીઆઇના કૌશલ દીક્ષાંત સમારોહમાં સ્કિલ ડેવલપમેન્ટની વાત પર જોર આપ્યું છે. તેમણે કહ્યુ હતુ કે, દેશ વધુ એકવાર સ્કિલનું સન્માન કરે છે. સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. શાળાકીય સ્તરે પણ સ્કિલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપવા માટે સ્કિલ હબ ખોલવામાં આવી રહ્યા છે. સ્કૂલોમાં સ્કિલ કોર્સ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે, સરકારે 8 વર્ષમાં 5 હજાર જેટલી નવી આઇટીઆઇ ખોલી છે.

ભગવાન વિશ્વકર્માની પ્રેરણાથી નવી યોજનાઓ શરૂ કરી

આઇટીઆઇના કૌશલ દીક્ષાંત સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, વિશ્વકર્મા જયંતી કૌશલની પ્રાણ પ્રતિષ્ઠાનું પર્વ છે. જેવી રીતે મૂર્તિકાર મૂર્તિ બનાવે છે. પરંતુ જ્યાર સુધી તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવામાં આવે ત્યાર સુધી તે મૂર્તિને ભગવાન તરીકે કોઈ સ્વીકારતું નથી. છેલ્લા 8 વર્ષમાં ભગવાન વિશ્વકર્માની પ્રેરણાથી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ‘શ્રમ એવ જયતે’ની પરંપરાને પુનઃજીવિત કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આજે ફરી એકવાર દેશ સ્કિલનું સન્માન કરી રહ્યો છે. સ્કિલ ડેવલપમેન્ટ પર પણ તેટલું જ જોર આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ ખેલાડીઓને પીએમ મોદીએ કહ્યું- તમારી સિદ્ધિ પર દેશને ગર્વ

પહેલીવાર 9 લાખ વિદ્યાર્થીઓનો કૌશલ દીક્ષાંત સમારોહ આયોજન

પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, પહેલીવાર આઇટીઆઇના 9 લાખ જેટલા વિદ્યાર્થીઓનો કૌશલ દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. 40 લાખથી વધુ વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયેલા છે. હું તમને સૌને કૌશલ દીક્ષાંત સમારોહની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણાં દેશમાં 1950માં પહેલી આઇટીઆઇ બની હતી. ત્યારબાદ 7 દસકામાં વધુ 10 હજાર જેટલી આઇટીઆઇ બની. અમારી સરકારના આઠ વર્ષમાં લગભગ નવી 5 હજાર જેટલી આઇટીઆઇ કોલેજ બનાવવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 8 વર્ષમાં આઇટીઆઇમાં 4 લાખથી વધુ નવી સીટો મૂકવામાં આવી છે.

આ પણ વાંચોઃ મોદીએ ભાજપને કેવી રીતે બદલ્યો? હિન્દી ભાષી રાજ્યો પર પકડ

‘સ્વરોજગાર માટે ગેરંટી વગરની લોનવાળી યોજના પણ અમે આપી’

વડાપ્રધાને કહ્યુ હતુ કે, સ્કિલ ડેવલપમેન્ટની સાથે સાથે યુવાનોમાં સોફ્ટ સ્કિલ હોવી પણ તેટલી જ જરૂરી છે. આઇટીઆઇમાં તેના પર વધુ ભાર આપવામાં આવે છે. યુવાનો જ્યારે સશક્ત થઈને બહાર આવે છે, ત્યારે તેના મનમાં કેવી રીતે કામ ચાલુ કરવું તે અંગે પણ વિચારો આવતા હોય છે. સ્વરોજગારની આ ભાવનાને સહયોગ આપવા માટે તમારી પાસે ગેરંટ વગરની લોન દેવાવાળી યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાઓ છે.

Published by:Vivek Chudasma

First published:

Tags: Narendra Modi birthday, PM Modi speech



Source link

Leave a Comment