kinnar astro tips brings this one thing from kinnar for shine your luck


Kinnar Upay: લોકોને અક્સર કહેતાં સાંભળ્યાં હશે કે, કિન્નર જો ખુશીથી આશીર્વાદ આપે છે તો વ્યક્તિની કિસ્મત બદલવામાં વાર નથી લાગતી. કહેવાય છે કે, કિન્નરનું દિલ ક્યારેય ન દુભાવવું જોઇએ. તેમનાં દિલથી નિકળેલી બદદ્દુઆ વ્યક્તિનું જીવન બર્બાદ કરવામાં વાર નથી લગાડતી. શું આપ જાણો છો, જ્યોતિષ શાસ્ત્રમાં કિન્નરો સાથે જોડાયેલાં ગણાં ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપાયને કરવાથી વ્યક્તિની કિસ્મત બદલી શકે છે. કિન્નરનાં આશીર્વાદ વ્યક્તિને ધનવાન બનાવી દે છે સાથે જ ઘર હમેશાં ધન ધાન્યથી ભરેલું રહે છે. આવો જાણીયે, કિન્નર સાથે જોડાયેલાં કેટલાંક જ્યોતિષ ઉપાય અંગે.

બુધવારનાં દિવસે કરો આ કામ- જો આપનાં ઘરમાં બાળક છે તો બુધવારનાં દિવસે કે બુધનાં કોઇ નક્ષત્ર પર નવજાત શિશુને વાંચનારા બાળકને કિન્નરનાં ખોળામાં મુકો તેમનાં બાળકને આશીર્વાદ અપાવો. કહેવાય છે કે, કિન્નરોથી મળનારા આશીર્વાદ બાળકોને સૌભાગ્ય જગાડવામાં ખુબજ મદદ કરે છે.

કિન્નરને આપો આ વસ્તુનું દાન- જો પરિશ્રમ બાદ પણ આપને કોઇ કાર્યમાં સફળતા હાંસેલ થતી નથી કે પછી બાધાઓ આવે છે તો, બુધવારનાં દિવસે કિન્નર સાથે જોડાયેલાં આ જ્યોતિષનાં ઉપાય કરી શકાય છે. બુધવારનાં કોઇ કિન્નરને લીલા રંગનાં કપડાં, શ્રૃંગારનો સામાન આપો અને તેમનાં આશીર્વાદ લો. કહેવાય છે કે, આમ કરવાંથી વ્યક્તિની સુતેલી કિસ્મત જાગી જશે. કિન્નરોનાં આશીર્વાદથી વ્યક્તિનું કરિઅર અને કારોબાર બંનેમાં તરક્કી થવાં લાગશે.

આશીર્વાદમાં માંગી લો આ એક વસ્તુ-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો આપને રસ્તામાં ક્યારેય કોઇ કિન્નર મળી જાય તો ભૂલથી પણ તેનું અપમાન ન કરો. તેમની મજાક ન ઉડાવો. તેમને તમારા સામર્થ્ય અનુસાર કંઇક વસ્તુ ભેટ આપો. જો સંભવ હોય તો, તેમની પાસેથી એક રૂપિયાનો સિક્કો આશીર્વાદનાં રૂપમાં માંગી શકો છો. કિન્નરથી મેળલો આ એક રૂપિયાનો સિક્કો ધન રાખવાનાં સ્થાન પર રાખો કે પછી તમારા પર્સમાં રાખી લો. એમ કરવાંથી થોડા દિવસ બાદ જ આપની આર્થિક સ્થિતિ સુધરવાં લાગશે. તેનાંથી આપની દિવસે નહીં તેટલી રાત્રે તરક્કી થશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ કરતું નથી.)

Published by:Margi Pandya

First published:



Source link

Leave a Comment