Table of Contents
સપનામાં કંકુ દેખાવું
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમારા સપનામાં કંકુ દેખાય છે તો તેનો અર્થ છે કે તમે જે પણ નવું કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં તમારા સફળ થવાના યોગ બની રહ્યા છે.આ પણ વાંચોઃ મૃત્યુ બાદ વ્યક્તિના શરીરને કેમ એકલું નથી મુકતા? જાણો કઈ વાતનો હોય છે ડર
કપૂરનું જોવું
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમારા સપનામાં કપૂર દેખાય છે તો તેને પણ શુભ માનવામાં આવે છે. તે સપનાનો અર્થ છે કે તમને આવનારા સમયમાં ધનલાભ થશે. તમારા વેપારમાં તરક્કી થશે.
સપનામાં હળદરને જોવું
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, સપનામાં હળદરનું જોવું પણ મોટા બદલાવ તરફ ઈશારો કરે છે. તેનો અર્થ છે કે તમારી ધન-સંપત્તિમાં વધારો થવાનો છે. તમને સામાજિક માન-સન્માન પ્રાપ્ત થશે.
અગરબત્તી જોવી
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાના સપનામાં અગરબત્તી જુએ છે તો તેનો અર્થ છે કે ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન થવાનું છે.
આ પણ વાંચોઃ જાણો શા માટે જનોઈ સંસ્કાર કરવામાં આવે છે, તેનું મહત્વ અને શું છે નિયમો
દીવો કે આરતી દેખાવી
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જે જાતકોને સપનામાં દીવો અથવા આરતી દેખાય છે તો તેને શુભ સમાચાર માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારો સારો સમય શરૂ થવાનો છે. તમને શુભ સમાચાર મળવાના છે. સાથે જ સુખ-સમૃદ્ધિમાં પણ વધારો થશે.
દેવી-દેવતાના દર્શન થવા
સપનામાં જો કોઈ દેવી-દેવતાના દર્શન થઈ જાય તો આ સપનું સુખ-સમૃદ્ધિ અને ધન લાભ અપાવે છે. સપનામાં અંધારામાં કોઈ ખૂણે પ્રજ્જવલિત દીપક દેખાય તો એનો અર્થ છે કે તમારા પર ટૂંક સમયમાં મા લક્ષ્મીની કૃપા વરસવાની છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: ધર્મભક્તિ