Mehali tailor: surat; લગ્ન સિઝનમાં પ્રીવેડિંગ સુદ આજકાલ ખૂબ લોકપ્રિય બન્યું વર્ષો પહેલા શરૂઆતમાં લગ્ન વિધિ શાસ્ત્રવિધિના પ્રસંગ સાથે જોડાયેલું હતું. ત્યારબાદ સમય સમય તેમાં બદલાવ થતો જોવા મળ્યો પ્રથમ તો વરઘોડા સાથે ગાડી લઈ જવાની રીત જોડાવા લાગી પરંતુ ધીમે ધીમે આકાશ બાજુ બેન પાર્ટી ફોટો અને વિડીયોગ્રાફી ઉમેરાતી ગઈ પોતાના જીવનના આ યાદગાર પળોને પેઢીઓ સુધી સાચવી રાખવા ફોટો અને વિડીયોગ્રાફીનો એક દોર શરૂ થયો. આ દોરમાં માંગલિક પ્રસંગે અનુરૂપ ટેકનોલોજીના મિશ્રણવાળું નવું તત્વ ઉમેરાતું ગયું. આજે ફોટો અને વિડીયોગ્રાફીથી એક સ્ટેપ આગળ નીકળી ગયું છે. નવયુગલોમાં પ્રી વેડિંગ ફોટો અને વિડીયોગ્રાફી. જે યુવાનોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
વિદેશમાં જઈ પ્રિ-વેડિંગ કરવાનું ચલણ વધ્યું
લોકો આ પ્રિ વેડિંગ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે. આ પ્રી વેડિંગ માત્ર પોતાના શહેરમાં જ નહીં પરંતુ હવે લોકો પોતાના યુનિટ ફોટો માટે વિદેશ પણ જઈ રહ્યા છે. બદલાતા જતા આધુનિક યુગ સાથે લોકો હવે પોતાની મેમરી કાગળમાં કે કોઈ ડબ્બામાં સાચવીને રાખતું નથી પરંતુ આ દરેક યાદગાર પળો હવે ડિજિટલ સાચવવામાં આવે છે.સોશિયલ મીડિયા ને જમાનામાં હવે લોકો પણ દરેક જાણકારી instagram અને facebook થી મેળવે છે. હવે યુગલો પોતાના લગ્નની દરેકે દરેક વિધિઓ અને આ પ્રસંગે કઈ રીતે ઉજવવામાં આવ્યો તેની તાત્કાલિક વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરે છે.
તમારા શહેરમાંથી (સુરત)
જેને લઇને હવે રીલનો જમાનો આવ્યો એવું કહેવાય. હવે ફોટોગ્રાફર એ પણ દરેક ફોટો અને વિડીયો પાડીને પ્રસંગ પત્યા બાદ તરત જ તેને એડિટિંગ કરી આ કપલોને આપતા હોય છે અને કપલ આ વિડીયો તરત જ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં શેર કરે છે.
લોકોને હવે આલ્બમ નહિ પરંતુ લગ્નની હાઈલાઈટ જોવામાં વધુ રસ છે
સુરતના ફોટોગ્રાફર સ્મિતાબેન ને કહેવા મુજબ હવે લોકોને લગ્નની યાદ માટે આલ્બમ બનાવવાની જરૂર રહેતી નથી. લોકોને હવે ડિજિટલ ફોટામાં જ વધુ રસ છે. હવે દરેક લોકો પોતાના દરેક ફોટા સોશિયલ મીડિયા પર મૂકી દરેકને જાણ કરતા હોય છે. પહેલા ના સમયમાં લગ્નના આલ્બમ દૂર રહેતા સંબંધી અને મિત્રોને ક્યારેય જોવા મળતો તે પણ કહી શકાતું ન હતું પરંતુ હવે તેના વિદેશમાં રહેલા મિત્રો અને સંબંધીઓ પણ તેના દરેક લગ્નને વિધિ અને દરેક પણ સોશિયલ મીડિયા ને માધ્યમથી તરત જ જોઈ શકે છે જેથી લોકોમાં આવે આલ્બમ કરતા ડિજિટલ ફોટા નો ક્રેઝ વધુ જોવા મળે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર