કચ્છ યુનિવર્સિટીની મુખ્ય પ્રશાસન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઓડીટોરિયમ આવેલું છે. પરંતુ માટે 100 લોકોની બેઠક વ્યવસ્થા ધરાવતું આ ઓડીટોરિયમ પદવીદાન સમારોહ જેવા મોટા કાર્યક્રમો માટે ખબનાનો પડે છે. તે કારણે જ યુનિવર્સિટીને નજીકમાં આવેલી મુક્તજીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઓડીટોરિયમમાં આવા મોટા કાર્યક્રમો યોજવા પડે છે.
12મા પદવીદાન સમારોહમાં 5000 માંથી 3000 જેટલા વિદ્યાર્થીઓએ હાજર રહીને ડિગ્રી મેળવવાનું પસંદ કર્યું હતું. ત્યારે આ કોલેજના ઓડીટોરિયમમાં જગ્યા ફૂલ થતાં વિદ્યાર્થીઓને બહાર બેસી ફેસબુક પર સમારોહ લાઈવ જોવા સૂચના આપવી પડી હતી.
જો કે, આ મુદ્દે કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રારનો સંપર્ક કરાતા, તેમણે જણાવ્યું હતું કે ટૂંક જ સમયમાં યુનિવર્સિટીના કેમ્પસમાં એક નવા વિશાળ ઓડીટોરિયમનું નિર્માણ શરૂ થવા જઇ રહ્યું છે. રૂ. 11 કરોડ જેટલા ખર્ચે બનનારા આ ઓડીટોરિયમ માટે રૂ. 6.50 કરોડ રાજ્ય સરકાર ફાળવશે અને રૂ. 3.5 કરોડ યુનિવર્સિટી આપશે.
\”આ ઓડીટોરિયમમાં બેઠક વ્યવસ્થા એક હાજર લોકોની હશે જે બાદ ફક્ત યુનિવર્સિટીના જ નહીં પરંતુ અન્ય કોલેજોના કાર્યક્રમો પણ અહીં યોજવામાં આવી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવશે. તેના નિર્માણમાં યુનિવર્સિટીના ફાળા માટે અમે દાતા શોધી રહ્યા છીએ. અને જેટલું પણ ઘટશે તે યુનિવર્સિટી પોતાના સ્વભંડોળમાંથી પણ ચૂકવીને આ ઓડીટોરિયમ તૈયાર કરશે,\” રજીસ્ટ્રાર જી. એમ. બુટાણીએ જણાવ્યું હતું.
વધુ માહિતી આપતા રજીસ્ટ્રારે કહ્યું હતું કે હાલ આ માટેના ટેન્ડર ખુલી ગયા છે અને પાંચ જેટલા કોન્ટ્રાક્ટરે ટેન્ડર પણ ભર્યા છે. ટુંક જ સમયમાં ટેન્ડર અપાતા તેનું કામ શરૂ થશે.
તમારા શહેરમાંથી (કચ્છ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર